ETV Bharat / state

વાપીમાં રેમડેસીવીરની કાળા બજારી કરતા 2 શખ્સોની SOGની ટીમે ધરપકડ કરી

વલસાડ જિલ્લામાં રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી થતી હોવાની બાતમી આધારે SOG પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા શખ્સો પાસેથી પોલીસે 18 ઇન્જેક્શન કબ્જે કર્યા છે.

author img

By

Published : Apr 16, 2021, 9:31 AM IST

Updated : Apr 16, 2021, 1:23 PM IST

Daman
Daman
  • વાપીમાં 12 હજાર રૂપિયામાં રેમડેસીવીરનું એક ઈન્જેક્શન વેચતો હતો
  • SOGની ટીમે નકલી ગ્રાહક બની 18 ઇન્જેક્શન જપ્ત કર્યા
  • પોલીસે કાળા બજારી કરનારા 2 શખ્સોની ધરપકડ કરી

વાપી : કોરોના મહામારીમાં અક્સીર ગણાતા રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી કરતા શખ્સની વલસાડ SOGની ટીમે ધરપકડ કરી છે. પકડાયેલો શખ્સ જરૂરિયાતમંદ દર્દીને એક ઇન્જેક્શનના 12 હજાર રૂપિયા લેખે વેચી કાળા બજારી કરતો હતો.

વાપીમાં રેમડેસીવીરની કાળા બજારી કરતા 2 શખ્સોની SOGની ટીમે ધરપકડ કરી

બન્ને શખ્સોમાંથી એક ફર્નિચરનો વેપારી અને બીજો કંપનીનો મેનેજર છે

દેશમાં વકરેલી કોરોના મહામારી સમયે રેમડેસીવીર ઇન્જેક્શનની તંગી વર્તાઈ હોવાથી તેનો લાભ ઉઠાવી કેટલાક શખ્સો આ ઇન્જેક્શનની કાળા બજારી કરે છે. આવા જ 2 શખ્સોની વલસાડ SOGની ટીમે ધરપકડ કરી છે. આ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ વિગતો આપી હતી કે, તેમની SOGની ટીમે બાતમી આધારે એક ફર્નિચરનો વેપારી અને બીજો કંપનીના મેનેજરની 18 રેમડેસીવીર ઇન્જેક્શન સાથે ધરપકડ કરી છે.

આરોપીઓ
આરોપીઓ

ઇન્જેક્શનને કાળા બજારમાં વેચી કમાઈ લેવાની લાલચ હતી

ધરપકડ કરાયેલા શખ્સ વરુણ સુરેન્દ્ર કુન્દ્રા વાપીમાં ફર્નિચરની દુકાન ધરાવે છે. જેની મિત્રતા દમણમાં રેમડેસીવીર બનાવી વિદેશમાં એક્સપોર્ટ કરતી બૃક ફાર્મા કંપનીના મેનેજર મનીષ સિંહ સાથે છે. હાલમાં મનીષ સિંહની કંપનીમાં સરકારે રેમડેસીવીર ઇન્જેક્શનના એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવ્યો હોવાથી તૈયાર પ્રોડક્શન એમ જ પડેલું હતું, જે અંગે વરુણને જાણ થઈ હતી. વરુણે આ ઇન્જેક્શન કાળા બજારમાં વેચી કમાઈ લેવાની લાલચે મનીષ સિંહ પાસે માગ્યા હતા. જેને તે 12,000ના ભાવે જરૂરિયાતમંદ દર્દીને વેચવા માટે લેતો હતો.

રેમડેસીવીર
રેમડેસીવીર

દમણની બૃક ફાર્મા કંપનીમાંથી ઇન્જેક્શન લાવતો હતો

આ બાતમી આધારે વલસાડ SOGની ટીમે નકલી ગ્રાહક બની વરૂણનો સંપર્ક કર્યો હતો. SOGની ટીમે વરુણ પાસે 12 ઇન્જેક્શન માગ્યા હતાં. જેની કુલ કિંમત 1.44 લાખ નક્કી કરી હતી. જે બાદ વરુણ તે ઇન્જેક્શન આપવા આવ્યો ત્યારે તેને દબોચી લીધો હતો. તેમજ ઇન્જેક્શન આપનારા બૃક ફાર્માના મેનેજર મનીષ સિંહને બોલાવી તેમની પાસેથી વધુ 6 ઇન્જેક્શન કબ્જે કરી બન્ને શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓ
આરોપીઓ

આ પણ વાંચો : અમદાવાદ મનપાએ રેમડેસીવીર ઇન્જેક્શન જરૂરિયાતમંદોને આપવા નિર્ણય કર્યો

પોલીસે આ ગુના હેઠળ તપાસ હાથ ધરી

જિલ્લા પોલીસવડા રાજદીપસિંહ ઝાલાએ વધુમાં જણાવ્યું હતું કે, બન્ને આરોપીઓ સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, IPC સેક્શન, એપેડેમીક ડીસીઝ એક્ટ, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ અને એસેન્સિયલ સર્વિસીસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : સુરતમાં 150 રેમડેસીવીર ઈન્જેકશનો બારોબાર વેચી દેવાયા

વરુણ વાપીમાં ફર્નિચરની દુકાન ધરાવે છે

અત્રે ઉલ્લેખનીય છે કે, રેમડેસીવીર ઇન્જેક્શન સાથે પકડાયેલા શખ્સે 2 દર્દીને ઇન્જેક્શન વેચ્યાં હોવાની કબૂલાત કરી છે. પોલીસે હાલ કોરોના મહામારીને ધ્યાને રાખીને જિલ્લાના દરેક જરૂરિયાતમંદ દર્દીને ઇન્જેક્શન, ઓક્સિજન સમયસર મળી રહે તે અંગે ફોકસ કર્યો છે અને એમાં જે પણ કાળા બજારી કરશે તેને છોડવામાં નહિ આવે તેવો હુંકાર જિલ્લા પોલીસવડાએ કર્યો હતો.

Last Updated : Apr 16, 2021, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.