વલસાડ : ગાયિકા વૈશાલીનો કારમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી( Singer Vaishali Balsara murder case). જે અંગે પોલીસે ગંભીરતા પૂર્વક તપાસ શરૂ કરી હતી. જેમાં આજે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે( singer Vaishali Balsara murder case in Big disclosure). વૈશાલીની ફેસબુક મિત્ર બબીતાએ પૈસાની લેવડ દેવડ બાબતે હત્યા કરી હતી(Singer Vaishali killed by Facebook friend Babita ). મળતી માહિતી પ્રમાણે બબીતા પાસે 25 લાખ રુપિયા માગતી હતી.
પૈસાની બાબતમાં હત્યા થઇ હત્યા અંગે અનેક શંકા કુશંકાઓ ઉદભવી વલસાડની જાણીતી ગાયિકા વૈશાલી બલસારા ઘરેથી કંઈ પણ કહ્યા વિના ચાલી ગયા બાદ તેનો મૃતદેહ પારડી નજીક પાર નદીમાં પાર્ક કરેલી બલેનો કારમાં મળી આવી હતી. જોકે તેની હત્યા અંગે અનેક શંકા કુશંકાઓ ઉદભવી રહી હતી. જે બાબતે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. નજીકના વ્યક્તિએ હત્યા કરી હોવાની આશંકા સેવાઇ રહી હતી તે સાચી પૂરવાર સાબિત થઇ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત મોકલવામાં આવી હતી.
પોસ્ટમોર્ટમમાં હત્યાની જાણ થઇ પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, વૈશાલીની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી. તેની હત્યા કેમ થઈ તે દિશા તરફ પોલીસે તપાસ શરુ કરી હતી. પોલીસે વિવિધ વિભાગની એજન્સીને સક્રિય કરી 5 થી વધુ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મોબાઈલ નંબરના આધારે ટેક્નિકલ એનાલિસિસ સહિતની તપાસનો દોર શરુ કર્યો હતો. મૃતક વૈશાલી વલસાડના તિથલ રોડ ઉપર સંગીતના કલાસ ચલાવતી હતી.તેને બે પુત્રી હોવાનું પણ જાણવા મળ્યું રહ્યું છે.
અજાણી કાર માંથી મૃતદેહ મળી આવ્યો અજાણી કાર નંબર GJ 15 CG 4224 લાંબા સમય સુધી પાર્ક કરેલી જોઈને સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બાદ, પારડી પોલીસ ઘટનાસ્થળે પહોંચતા જ કારમાંથી શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો. પારડી પોલીસે તપાસ કરતાં તે વલસાડની ગાયિકા વૈશાલી બલસારા હોવાનું જાણવા મળ્યું હતું. શનિવારના રોજ વૈશાલી ઘરેથી ગુમ થઈ હોવાની વાત પણ તેમના પતિએ કહી હતી.
વૈશાલીના પતિએ અરજી કરી પ્રખ્યાત ગાયિકા વૈશાલી બલસારા એક જાણીતું નામ છે. તેના પતિ હિતેશ બલસારા પણ એક ગાયક છે. આ સાથે જ સ્ટેજ શોમાં તે ગિટાર પણ વગાડે છે. શનિવારે રાત્રે બે વાગ્યે પતિ હિતેશ બલસારાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ બાદ, તેમની પત્ની ઘરેથી ક્યાંક નીકળી ગઈ હોવાની જાણકારી આપતી પોલીસને અરજી પણ આપી હતી. આ બાદ, રવિવારે પારડી નજીક પાર્ક કરેલી કારમાંથી વૈશાળીનો મૃતદેહ મળી આવતા તેની હત્યા અંગે અનેક સવાલો ઉભા થયા હતા