વલસાડઃ સમભાવ સત્સંગ પરિવાર દ્વારા છેલ્લા છ વર્ષથી સતત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જેમાં દરેક પરિવારોને ધ્યાને રાખી એવા જ પરિવારોને તેમાં સમાવવામાં આવે છે કે, જેઓ સમૂહ લગ્નને યોગ્ય હોય આજે સતત સાતમા વર્ષે કપરાડા તાલુકાના સુખાલા ગામે આવેલા સાંઇ ધામમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
આદિવાસી વિસ્તારમાં અને એ પણ આર્થિક રીતે પગભર ન હોય એવા પરિવાર માટે સમૂહ લગ્નએ આશીર્વાદરુપ બની રહે છે. આ સમૂહ લગ્નમાં જાણીતા કથાકાર શરદભાઈ વ્યાસ ઉપસ્થિત રહી 51 જેટલા નવદંપતીઓને આશીર્વચન આપ્યા હતા, સાથે સાથે સમૂહ લગ્નમાં ભાગ લેનારા યુગલોને કરિયાવરમાં ઘરવખરીના સાધનો પણ આપવામાં આવ્યા હતા. આજે આ કાર્યક્રમમાં તન મન અને ધનથી સહયોગ આપનાર તમામ દાતા અને અગ્રણ્ય ઉપસ્થિત રહ્યા હતા. તો, સાથે જ સાઈ સંસ્થાના પ્રકાશભાઈ દ્વારા કરવામાં આવેલા આયોજનની કામગીરીને શરદભાઈ બિરદાવી હતી.
આ પ્રસંગે કથાકાર શરદભાઈ વ્યાસ જણાવ્યું કે, આ તમામ દાંપત્ય સુખ સમૃદ્ધિ બને અને સદાય વ્યસનોથી દૂર રહે તેમજ આવા આયોજનો દર વર્ષે કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે, આગામી વર્ષમાં તેમના સાત વર્ષ પૂરા થાય છે, ત્યારે તેમના યજમાનો દ્વારા આગામી વર્ષે 60 દીકરીઓને સમૂહ લગ્ન કરવામાં આવશે. તે માટેની તૈયારી પણ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે.