ETV Bharat / state

વાપી બગવાડા ટોલનાકા પાસે ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા સર્જાયો અકસ્માત, બાઇક ચાલકની હાલત ગંભીર - Gujarat

વાપી : વાપી નજીક બગવાડા ટોલનાકા પાસે એક્ટિવા ચાલકને ટ્રકે અડફેટે લેતા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી ચાલકને 108 મારફતે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું ડોક્ટરએ જાણવ્યું હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 30, 2019, 3:24 AM IST

વાપી નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટુકવાડા અને બગવાડા ટોલ નાકા વચ્ચે બ્રિજ પરથી એક્ટિવા લઈને પસાર થતાં એક્ટિવા ચાલકને ટ્રકે અડફેટે લીધો હતો. જેમાં એક્ટિવા સાથે ચાલક ફંગોળાયો હતો અને હાઈવેની બંને બાજુ લગાવેલા સેફટી ગાર્ડ સાથે અથડાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ કમકમાટી ભરી ઘટના બનતા હાઇવે પર પસાર થતા વાહનચાલકો પણ પોતાના વાહનો થોભાવી યુવકની મદદે આવી પહોંચ્યા હતાં. અને તાત્કાલિક 108 અને પોલીસને જાણ કરતા ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી. ડી. મોરી સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત યુવકને 108 મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.

ટ્રક ચાલકે બાઇકને અડફેટે લીધી

ટ્રક ચાલકની બેદરકારીના ભોગે બાઇક સાથે ફંગોળાયેલ યુવક ચલા વિસ્તારમાં રહેતો હોવાનું અને પ્રવીણ હળપતિ નામ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. જેની હાલત આ અકસ્માત બાદ ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું હતું.

Intro:Body:

વાપી બગવાડા ટોલનાકા પાસે ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા સર્જાયો અકસ્માત, બાઇક ચાલકની હાલત ગંભીર 

વાપી :  વાપી નજીક બગવાડા ટોલનાકા પાસે  એક્ટિવા ચાલકને ટ્રકે અડફેટે લેતા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી ચાલકને 108 મારફતે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું ડોક્ટરએ જાણવ્યું હતું.

વાપી નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટુકવાડા અને બગવાડા ટોલ નાકા વચ્ચે બ્રિજ પરથી એક્ટિવા લઈને પસાર થતાં એક્ટિવા ચાલકને ટ્રકે અડફેટે લીધો હતો. જેમાં એક્ટિવા સાથે ચાલક ફંગોળાયો હતો અને હાઈવેની બંને બાજુ લગાવેલા સેફટી ગાર્ડ સાથે અથડાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ કમકમાટી ભરી ઘટના બનતા હાઇવે પર પસાર થતા વાહનચાલકો પણ પોતાના વાહનો થોભાવી યુવકની મદદે આવી પહોંચ્યા હતાં. અને તાત્કાલિક 108 અને પોલીસને જાણ કરતા ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી. ડી. મોરી સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત યુવકને 108 મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.

ટ્રક ચાલકની બેદરકારીના ભોગે બાઇક સાથે ફંગોળાયેલ યુવક ચલા વિસ્તારમાં રહેતો હોવાનું અને પ્રવીણ હળપતિ નામ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. જેની હાલત આ અકસ્માત બાદ ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું હતું.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.