વલસાડ શહેરના આઝાદ ચોક નજીક આવેલી ઇદગાહ ખાતે વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરો એકઠા થયા હતાં. ભેગા થયેલા લોકોએ ઇદની નમાજ અદા કરી હતી. દેશમાં શાંતિ અને ભાઈચારો જળવાય રહે તે માટે દુઆ કરાઈ હતી. મુસ્લિમ બિરાદરોએ એકબીજાને મળીને ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છાઓ પાઠવી હતી.
વલસાડ શહેરના વિવિધ વિસ્તારમાં કેટલાક હિન્દુ સમાજના લોકોએ પણ મુસ્લિમ સમાજના ધાર્મિક તહેવારને લઈને મુસ્લિમ બીરાદરો ને શુભેચ્છાઓ પાઠવી હતી. જેથી શહેરમાં કોમી એખલાસનું વાતાવરણ સર્જાય હતું તેમજ હિંદુ-મુસ્લિમ ભાઇચારાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.