વલસાડઃ વારલી ચિત્રકળા દક્ષિણ ગુજરાતમાં અને મહારાષ્ટ્રના પર્વતીય વિસ્તારમાં રહેતા વારલી સમાજના લોકોની પરંપરાગત ચિત્રકળા છે. આદિકાળથી ચાલતી આ ચિત્રકળા દેશ વિદેશમાં પ્રચલિત બની છે. તેઓ લગ્ન જેવા પ્રસંગે કે નવું ઘર બનાવતી વખતે સુશોભન તરીકે આ ચિત્રો ઘરની મુખ્ય દિવાલ પર દોરતા હોય છે. લીંપણ વાળી ભીંત પર ચોખાના લોટ અને ગુંદરમાંથી બનાવવામાં આવેલ સફેદ રંગ વડે દોરવામાં આવે છે. હાલના સમયમાં આધુનિકતાને કારણે ધીરે ધીરે આ પ્રથા લુપ્ત થતી ચાલી છે. ત્યારે આ કળાને જીવંત રાખવા માટે મહિલા પ્રોફેસરે ફાર્મ હાઉસની દિવાલ પર વારલી ચિત્રો બનાવ્યા છે.
વારલી ચિત્રો આંતરરાષ્ટ્રીય કક્ષાએ વેચાણ - વર્તમાન સમયમાં જ્યાં એક તરફ લોકો દરેક ઘરોમાં ઓઇલ પેન્ટ કે વિવિધ સિન્થેટિક કલરનો(Warli art of Gujarat) ઉપયોગ કરે છે. ત્યાં વલસાડ બિન વાડામાં મહિલા પ્રોફેસરના ફાર્મ હાઉસ ઉપર તેમણે એક અનોખો પ્રયોગ કર્યો છે. આદિવાસી (Warli art in Valsad) વારલી ચિત્ર બનાવડાવ્યા છે એ પણ કોઈ સ્પેશિયલ કારીગર પાસે નહિ પણ બાળકોને પ્રોત્સાહન મળે એ માટે તેમના જ મિત્રોની બે દીકરીઓ પાસે જેઓ એક 16 વર્ષની અને એક 15 વર્ષની છે. જોકે આ બન્ને દીકરીઓ પાસે વારલી આર્ટની અદ્દભુત કળાનો વારસો છે જેમાં એક દીકરીએ બનાવેલ વારલી ચિત્રો (Warli art)આંતરરાષ્ટ્રીય કક્ષાએ વેચાણ થઈ રહ્યું છે.
ફાર્મ હાઉસની દીવાલ પર વારલી આર્ટ - વલસાડ નજીકમાં આવેલ બિનવાડા ગામે આશા બહેન ગોહિલ દ્વારા નવ નિર્મિત ફાર્મ ઉપર અનેક વર્ષો જૂની ચીજ વસ્તુઓ એકત્ર કરવામાં આવી છે. તેને યુનિક ચીજો એકત્ર કરવાનો શોખ છે. વળી એમના ત્યાં ફાર્મ પર દીવાલો ઉપર ગાયના છાણનું લીપણ અને એમાં આકર્ષક વારલી આર્ટ ચિત્ર પણ દોરાવવામાં આવ્યા છે. ચિત્ર દોરવાનું એ કાર્ય (Warli painting )કર્યું છે તેમના બે નજીકના મિત્રોની દીકરીઓએ બન્ને દીકરીમાં ચિત્રો બનાવવા પ્રત્યે ભારે પ્રતિભા છે. બન્ને દીકરીઓ પોતાના હાથ વડે વારલી આર્ટ ચિત્રો આદિવાસી રીત રિવાજો રહેણી કરણી અને વારલી આર્ટ વડે રંગો વડે રજૂ કરે છે.
ભીત પર ચિત્રો અનેક લોકોને આકર્ષે - ધરમપુરના જાણીતા ધારાશાસ્ત્રી હાર્દિક શાહની દીકરીના તેમજ જાગીરી ગામના બાબલ ગાડરની દીકરી હેજલ દ્વારા વારલી આર્ટ ચિત્રો ખૂબ ચિવટાઈ પૂર્વક બનાવવામાં આવ્યા છે. કલાકોની મહેનત બાદ ભીત પર ચિત્રો અનેક લોકોને આકર્ષે છે.
ફાર્મ હાઉસની દીવાલ ઉપર ચિત્રો બનાવ્યા - આશા બહેન ગોહિલે જણાવ્યું કે બાળકો રહેલી પ્રતિભાને તક મળે તે માટે તેમજ તેનું સપનું હતું કે તેઓ પોતાના ઘરમાં વારલી ચિત્રો બનાવડાવે પણ એ શક્ય ન બન્યું પણ ફાર્મ હાઉસની દીવાલો પર ગાયના છાણના લીંપણમાં તે બનાવવામાં આવ્યું છે. તેમનું માનવું છે કે વારલી આર્ટ ચિત્રો દોરાવવાથી પૂર્વજોના આર્શીવાદ મળે છે.
ચિત્રોની માંગ અમેરિકા અને યુરોપના દેશોમાં - સમગ્ર બાબતે માત્ર 15 વર્ષની ઉંમરે વારલી આર્ટમાં પારંગત હેજલ ગાડર એ જણાવ્યું કે પ્રકૃતિ સાથે જોડાયેલા અને તેની માવજત કરતા આવેલા આદિવાસી સમાજના લોકોના રીત રિવાજ રહેણી કહેણીને આ ચિત્રો દર્શાવે છે જેમાં ઉત્સવો પણ સામેલ છે. હેજલ અત્યાર સુધીમાં અનેક વારલી પેઈન્ટિંગ બનાવી ચુકી છે. તેના બનાવેલા ચિત્રોને સોશિયલ મીડિયામાં મુકવામાં આવતા તેના ચિત્રો અમેરિકા, યુરોપના દેશોમાં વેચાયા છે. આમ વારલી પેઇન્ટિંગની પરંપરા હેજલએ જાળવી રાખી છે અને એક ચિત્રકારની નજરે તે દરેક પ્રસંગોને કેનવાસ પર ઉતારી શકે છે.
પોતાની પ્રતિભાનું દર્શન કરાવ્યું - આમ ભલે આજના લોકો તેને વિસરી ગયા હોય પણ આશા બહેન ગોહિલ જેવા લોકો પણ છે જે આવી કલાને પ્રોત્સાહિત કરવા બાળકોને પ્રેરણા આપે છે. આમ વલસાડ નજીકના બિન વાડા ગામે બે દીકરીઓ વારલી ચિત્ર બનાવીને પોતાની પ્રતિભાનું દર્શન કરાવ્યું છે.