- કોવિડ-19ની વેક્સીન આપવા વલસાડ જિલ્લા તંત્રની તૈયારી
- જિલ્લા તંત્ર દ્વારા વિશેષ પ્લાનને અપાયો આખરી ઓપ
- 12 હજારથી વધુ કર્મચારીને તાલીમ માટે વ્યવસ્થા કરવામાં આવી
વલસાડ: કોરોના વાઈરસથી બચવા માટે વેક્સિને તમામ લોકોમાં આશા જગાવી છે. દરેક જિલ્લાઓમાં પ્રાથમિકતાના ધોરણે ફ્રન્ટલાઈન વોરિયર એટલે કે આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને પેરામેડીકલ સ્ટાફને રસી આપવામાં આવશે. ત્યારબાદ જિલ્લામાં ક્યાં અને કેવી રીતે રસી પહોંચાડવી તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં 69 બુથ સ્ટોરેજ તૈયાર કરાયા
કોવિડ-19ની વેક્સિનને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને વેક્સિન મળે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ માટે જિલ્લાની અંદર આવેલા 69 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સ્ટોરેજ સેન્ટર બનાવવામાં આવ્યા છે. જ્યાં આ રસી રાખવામાં આવશે. સાથે જ જિલ્લાના દરેક લોકોને આ રસી મળે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
રસીકરણ માટે 1070 જેટલા બૂથ બનાવવામાં આવશે
વલસાડ જિલ્લાની સામાન્ય જનતાને કોરોનાની રસી મળી રહે એ માટે જિલ્લા આરોગ્ય અને વહીવટી તંત્ર દ્વારા વિશેષ વેક્સિનેશન પ્લાન બનાવવામાં આવ્યો છે. દરેક જગ્યા ઉપર જિલ્લામાં 1070 જેટલા બૂથ બનાવવામાં આવશે. જેથી ત્યાંથી જનતાને કોરોના વેક્સિનનો લાભ મળી શકે.
ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી આપવાની પ્રાથમિકતા રહેશે
વલસાડ જિલ્લામાં કોરોનાની રસી માટે વેક્સિનેશન પ્લાન અંતર્ગત પ્રાથમિકતાના ધોરણે કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સ એટલે કે, ડોક્ટર મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, અર્ધસરકારી કર્મચારીઓ તેમજ સરકારી કર્મચારીઓને પ્રાથમિકતા આપવામાં આવશે અને જે માટે વિશેષ સર્વે પણ તૈયાર કરવામાં આવ્યો છે.
50 વર્ષથી ઉપરના માટે બીજા તબક્કામાં રસીકરણ કરવામાં આવશે
વલસાડ જિલ્લા કલેકટરના જણાવ્યા મુજબ કોવિડ-19ની રસી આપવા માટે એક વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેમાં પ્રાથમિક તબક્કામાં કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સને પહેલા તબક્કામાં રસી આપવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં સરકારી અર્ધસરકારી કર્મચારીઓને રસી આપવામાં આવશે. ત્રીજા તબક્કામાં 50 વર્ષથી ઉપરના વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે માટે જિલ્લાના તમામ વૃદ્ધો માટે વિશેષ સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સર્વે કામગીરી માટે મતદાર યાદીનો પણ ઉપયોગ કરવામાં આવશે. જે બાદ ટીબી, ડાયાબિટીસ તેમજ અન્ય રોગોથી પીડાતા દર્દીઓનો સમાવેશ કરાશે.
વલસાડ જિલ્લાના તમામ લોકોને કોરોનાની રસી ક્યારે અને કેવી રીતે મળશે?
કોરોના ની રસી આવતાની સાથે લોકો પડાપડી ન કરે તે માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે તેમજ દરેક સ્થળ ઉપર વિશેષ બુધ લગાવવામાં આવશે અને દરેક લોકોને પોતાના મોબાઈલમાં એક મેસેજ મળશે જે બાદ તે વ્યક્તિ નજીકના સેન્ટર ઉપર જઈ રસીકરણ કરાવી શકશે આમ દરેક વ્યક્તિને કોરોના ની રસી મળે તે માટેની કવાયત વહીવટીતંત્ર દ્વારા આજથી શરૂ કરવામાં આવી છે
જિલ્લામાં વેક્સિનેશન પ્લાનને આખરી ઓપ અપાયો
વલસાડ જિલ્લામાં કોરોના ની વેક્સિન આપવા માટે આરોગ્ય વિભાગના ૧૨ હજારથી વધુ કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા છે હાલમાં તેઓ ના દ્વારા જિલ્લામાં દરેક જગ્યાઓ પર સરવે કામગીરી કરવામાં આવી રહી છે જેમાં સિનિયર સિટીઝન જેઓ ટીબી ડાયાબિટીઝ જેવી ગંભીર બિમારીઓથી પિડાતા હોય એવા લોકોને ત્રીજા તબક્કામાં પ્રાથમિકતા ના ધોરણે આ રસી આપવામાં આવશે તે માટેનો સર્વે કામગીરી કરવામાં આવી રહી છે.
ત્રણ લાખથી વધુ સિનિયર સિટીઝનને વેક્સિનેશન આપવામાં આવશે
મહત્વનું છે કે પચાસ વર્ષથી વધુ વયના ધરાવતા લોકોને કોરોના નું સંક્રમણ વધુ ગંભીરતાપૂર્વક અસર કરે છે અને જેને ધ્યાને રાખીને કોરોના ની રસી આવતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ત્રીજા તબક્કામાં 50 વર્ષથી ઉપરના વયોવૃદ્ધ માટે વેક્સિનેશન કરવા માટેની કામગીરી કરવામાં આવશે અને જે માટે સર્વે કરવામાં આવ્યો છે અને વલસાડ જિલ્લાના ત્રણ લાખથી વધુ સિનિયર સિટીઝનોને કોરોના ની રસી આપવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.