- સુરતના મહિલા કોર્પોરેટરો સાથે થયેલા અયોગ્ય વર્તનના વિરોધમાં આજે સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન હતું
- કલ્યાણ બાગથી નીકળી સ્ટેડિયમ રોડ ઉપર પહોંચતા જ પોલીસની જીપ આવી અને તમામ 15 કાર્યકરોને ડીટેઈન કર્યા
- આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનો આવાહન કર્યુ હતું
સુરત:સુરતની મહિલા કોર્પોરેટર સાથે થયેલા ગેરવર્તણૂંક અને અયોગ્ય વ્યવહારને લઈને આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં આજે વિરોધ પ્રદર્શનું આહ્વાન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ જીતુભાઈની અધ્યક્ષતામાં આજે 15થી વધુ કાર્યકરો વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વલસાડ શહેરના કલ્યાણ બાગ પાસેથી નીકળી સ્ટેડિયમ રોડ ઉપર સૂત્રોચ્ચાર સાથે રેેલી કાઢી હતી, ત્યારે જ પોલીસે તેઓને અટકાવી આ તમામને ડિટેઈન કરી પોલીસ સ્ટેશને લઈ ગયા હતા.
વલસાડ જિલ્લા આમ આદમી પ્રમુખ સહિત 15 લોકોને પોલીસે ડિટેઇન કર્યા
સુરતમાં આમ આદમી પાર્ટીના નગરપાલિકાના એક મહિલા કોર્પોરેટર સહિત ત્રણ કોર્પોરેટર સાથે પોલીસ દ્વારા ગેરવર્તણૂક કરી હતી, જેને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દ્વારા આ કૃત્યના વિરોધમાં આજે સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શનનું આહ્વાન કરવામાં આવ્યું હતું. જેને અનુલક્ષીને વલસાડ જિલ્લામાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર અને બેનરો સાથે એક રેલી કાઢી હતી.
આ પણ વાંચો : સતત વધી રહેલી મોંઘવારીને લઇને આમઆદમી પાર્ટીના કાર્યકરોએ આપ્યું કલેક્ટરને આવેદનપત્ર
15 જેટલા કાર્યકરોને લઈ જવા માટે ખાનગી વાહન બોલવવું પડ્યું
અચાનક નીકળેલી રેલીને પગલે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી, જોકે આ રેલી સૂત્રોચ્ચાર સાથે સ્ટેડિયમ રોડ પર પહોંચે તે પહેલા જ પોલીસે તેમને અટકાવીને કેટલાકને પોલીસની જીપમાં બેસાડી દીધા હતા તો બાકી રહેલા કેટલાકને બેસાડવા માટે ખાનગી વાહન બોલાવવાની ફરજ પડી હતી જે બાદ આ તમામ લોકોને ડિટેઈન કરી પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : કોંગ્રેસ અને RSP કાર્યકર્તાઓ સહિત 50થી વધુ આગેવાનો AAPમાં જોડાયા
ડીટેન કરાયેલા લોકોમાં કોણ કોણ હતું સામેલ
આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જીતુભાઈ દેસાઈ , વસીમ બેલીમ, સલમાન પઠાણ, જયેન્દ્ર ભાઈ ગામીત, પ્રજ્ઞેશભાઈ પટેલ, રવિભાઈ મારવાડી, શૈલેષભાઈ ત્રિપાઠી, પ્રતાપભાઈ મંગે સહિતના 15 જેટલા કાર્યકરો પોલીસે આજે ડિટેઇન કર્યા હતા. મહત્વનું છે કે તેઓને ડિટેઇન કર્યા બાદ પોલીસ મથકે લઇ જવાયા અને તે બાદ તમામના નામનો તેઓને આ સમગ્ર બાબતે તાકીદ કરી સમજણ આપી બાદમાં મોડી સાંજે છોડી દેવામાં આવ્યા હતા.