ETV Bharat / state

લોકડાઉન-2: ભાડૂઆતો અને કામદારોને મદદરૂપ થવા સરપંચ અને પાલિકા સભ્યોને પોલીસની તાકીદ

author img

By

Published : Apr 16, 2020, 1:13 PM IST

દેશમાં બીજા તબક્કાનું લોકડાઉન જાહેર થયા બાદ સુરત અને મુંબઈમાં પ્રવાસી કામદારો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે આવી મુસીબત વાપીમાં ન આવે તે માટે વલસાડ જિલ્લા પોલીસે વાપી તાલુકાના ગ્રામ પંચાયતના સરપંચ અને નગરપાલિકાના વોર્ડ સભ્યો સાથે બેઠકનું આયોજન કરી ચાલીઓમાં રહેતા ભાડૂઆતોને હેરાન પરેશાન કરવાને બદલે મદદરૂપ થવાની અને તમામની વિગતો આપવા તાકીદ કરી છે.

લોકડાઉન
લોકડાઉન

વલસાડ: વાપીના ડુંગરી પોલીસ મથકની હદમાં આવતા તમામ ગામના સરપંચો અને વાપી પાલિકાના ડુંગરા વોર્ડના સભ્યોની ડુંગરા પોલીસે બેઠક બોલાવી તેમના વિસ્તારમાં આવેલી ચાલીઓમાં રહેતા ભાડૂઆતો અંગેની માહિતી અને ચાલી માલિકના નામ અને મોબાઈલ નંબર અંગે માહિતી માંગી હતી. તેઓના વિસ્તારમાં કોઇ પણ ભાડૂઆત કે પરપ્રાંતીઓને જમવાની કે અન્ય કોઈ તકલીફ ન હોય તથા આવા પરિવારોને ગામના આગેવાનો મદદ કરે તેવી સૂચના આપવામાં આવી હતી.

આધારભૂત માહિતી મુજબ હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસને પગલે કેટલાક પરપ્રાંતીઓ અને ગરીબ મજૂરો તેમના પરિવારોને બે સમયનું ભોજન આપવા માટે ઘરમાં રાશન નહીં હોવાનું તથા તેઓ ચાલીની રૂમમાં ભાડેથી રહે છે. તેમની પાસે ચાલી માલિકો ભાડું તાત્કાલિક નહીં માંગે તેવી રજૂઆત કરી હતી.

બુધવારે વાપીના ડુંગરા પોલીસ મથક ખાતે ઇન્ચાર્જ IPS અધિકારી ઓમ પ્રકાશ જાટ અને PSI ચાવડાની આગેવાનીમાં ડુંગરા પોલીસ મથકની હદમાં આવતા સલવાવ, ચણોદ ગામ સહિતના ગામોના સરપંચો અને વાપી નગરપાલિકાના ડુંગરી ફળીયા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 5 ના સભ્યોની એક અગત્યની બેઠક બોલાવવામાં આવી હતી. તેઓના વિસ્તારમાં આવેલ તમામ ભાડૂતી રહેતા લોકો તથા ભાડૂતી ચાલ અને તેના માલિકો અંગેની માહિતી ભેગી કરી વહીવટીતંત્રને અને પોલીસને આપવા જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.