- પાટીલના સ્વાગત માટે આયોજિત કાર્યક્રમ રદ્દ
- સોળસુંબા ગામે પંચાયતના કોન્ફરન્સ હોલનું ઉદ્ઘાટન
- સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે પોલીસે કાર્યક્રમ રદ્દ કરાવ્યો
ઉમરગામ : વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં નગરપાલિકા વિસ્તારમાં અને સોળસુંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં વિવિધ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત માટે પધારેલા સી.આર પાટીલના ભવ્ય સ્વાગત માટે ઉભા કરવામાં આવેલા મંડપ અને સ્ટેજને સભાની મંજૂરી નહીં આપીને પોલીસે સી.આર.પાટીલના બેનરો ઉતરાવી સ્ટેજ સ્વાગત-સંબોધન કાર્યક્રમ રદ્દ કરાવી નાખ્યો હતો.
ઉમરગામમાં સી.આર.પાટીલના કાર્યક્રમને પોલીસે રદ કરાવ્યો ઉમરગામમાં સી.આર.પાટીલના કાર્યક્રમને પોલીસે રદ કરાવ્યો 3 કલાક રાહ જોઈ કાર્યકરો પરત ફર્યાઉમરગામ તાલુકાના સોળસુંબા ગ્રામ પંચાયત ખાતે પંચાયતના નવનિર્મિત સભાગૃહનું સી. આર. પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચાયત પરિસરમાં ભવ્ય મંડપનું આયોજન પણ કર્યું હતું. જોકે, સી.આર.પાટીલને સાંભળવા ત્રણ કલાક સુધી રાહ જોયા બાદ કાર્યકરોએ વિલા મોઢે પરત ફરવું પડયું હતું. ઉમરગામમાં સી.આર.પાટીલના કાર્યક્રમને પોલીસે રદ કરાવ્યો ઉમરગામમાં સી.આર.પાટીલના કાર્યક્રમને પોલીસે રદ કરાવ્યો પોલીસે સ્ટેજ સ્વાગત-સંબોધન કાર્યક્રમ રદ્દ કરાવ્યો કાર્યકરોની મોટી સંખ્યામાં હાજરી જોતા પોલીસે સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાય તેવું જણાવી સ્ટેજ સંબોધન કાર્યક્રમ રદ્દ કરાવ્યો હતો. પ્રદેશ પ્રમુખ પાટીલ પણ તમામ કાર્યક્રમના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરી રવાના થયા હતા. આ અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મણિલાલ પટેલે જણાવ્યું હતું કે, સોળસુંબા ગ્રામ પંચાયતમાં 35 લાખ રૂપિયાના ખર્ચે અદ્યતન સભાગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે. લોકાર્પણના કાર્યક્રમો દરમિયાન મોટી સંખ્યામાં જનતા પણ ઉપસ્થિત રહી હતી. જેને લઈને સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાય તેવું જણાવી પોલીસ દ્વારા કાર્યક્રમ રદ્દ કરાવ્યો હતો.ઉમરગામમાં સી.આર.પાટીલના કાર્યક્રમને પોલીસે રદ કરાવ્યો સભાગૃહનું પાટીલ ઉદ્ઘાટન કરવા આવ્યા સોળસુંબા ગ્રામ પંચાયત ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખે અને સરપંચે ભવ્ય આયોજન કર્યું હતું. મોટી સંખ્યામાં જનતાને આમંત્રણ આપ્યું હતું. જેને પોલીસે અટકાવી સ્ટેજ કાર્યક્રમનો ફિયાસ્કો કરાવી દીધો હતો.આ પ્રસંગે પ્રમુખ મણિલાલ પટેલે ભાજપના રમણલાલ પાટકર અને ખુદ સી. આર. પાટીલના અગાઉના કાર્યક્રમોમાં આ પ્રકારે કોઇ કાર્યવાહી ન કરી હોય અહીં પણ કાર્યક્રમ થશે તેવી આશાએ આ આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું.