ETV Bharat / state

વલસાડઃ દમણથી દારૂ પીને પરત ફરી રહેલા બે યુવતી અને એક યુવકને પોલીસે ઝડપી પાડ્યા - વલસાડ પોલીસ

ખેરગામનો યુવક દમણ ખાતે તેની પ્રેમિકા અને તેની બહેનપણી સાથે સહેલ કરી દારૂની મહેફિલ માણી મોપેડ પર ટ્રિપલ સીટ સવાર થઈ પરત ફરતા પાતળિયા ચેકપોસ્ટ પર પારડી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ત્રણેયને ઝડપી પાડ્યા હતાં. ત્રણેય નશામાં ધૂત જણાતા પોલીસે મેડિકલ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

cx
cx
author img

By

Published : Dec 16, 2020, 12:10 PM IST

  • ત્રણેય નશામાં ધૂત જણાતા પોલીસે ધરપકડ કરી હાથ ધરી કાર્યવાહી
  • પાતળિયા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન દારૂ પીધેલી હાલતમાં પોલીસના હાથે ચડી ગયા
  • મોપેડ ઉપર આવતા ત્રણેયને પોલીસે ઝડપી પાડ્યા

વલસાડઃ ખેરગામનો યુવક દમણ ખાતે તેની પ્રેમિકા અને તેની બહેનપણી સાથે સહેલ કરી દારૂની મહેફિલ માણી મોપેડ પર ટ્રિપલ સીટ સવાર થઈ પરત ફરતા પાતળિયા ચેકપોસ્ટ પર પારડી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ત્રણેયને ઝડપી પાડ્યા હતાં. ત્રણેય નશામાં ધૂત જણાતા પોલીસે મેડિકલ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દમણથી દારૂ પીને પરત ફરી રહેલા બે યુવતી અને એક યુવકને પોલીસે ઝડપી પાડ્યા

પારડી પોલીસની ટીમ પાતળિયા ચેક પોસ્ટ પાસે ગતરોજ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન દમણ તરફથી એક હોન્ડા ડિયો મોપેડ પર સવાર યુવક અને બે યુવતી આમતેમ મોપેડ હંકારી લાવતા પોલીસે ચેકપોસ્ટ આગળ અટકાવ્યા હતા.

બન્ને યુવતી વલસાડની હોવાનું આવ્યું સામે

જેમાં મોપેડ ચાલક મૌલિક અશોકભાઈ પટેલ રહે નવસારી ખેરગામ અને તેના પાછળ બેસેલી એક વલસાડની અને એક ગુંદલાવની યુવતી નશામાં ધૂત જણાતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.

પોલીસે ત્રણેયની મેડિકલ કાર્યવાહી કરાવી

પોલીસે ધરપકડ કરતા ત્રણેય લોકોએ છોડી મૂકવા આજીજી કરી હતી. કારણ કે આ ઝડપાયેલો યુવક ચોરી છુપે તેની પ્રેમિકા અને તેની બહેનપણી જોડે દમણની સહેલગાહે આવ્યો હતો. ત્યાંથી દારૂ પી ને પરત ફરતા ત્રણેય પોલીસને હાથે ચઢી ગયા હતાં. પોલીસે ત્રણેયની ધરપકડ કરી મેડિકલ કરાવી વધુ કાર્યવાહી કરતા ત્રણેયમાં ફફડાટ ફેલાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.