ETV Bharat / state

વલસાડના વેલવાચ વાઘડરડા નજીક ખેરના લાકડાના ગેરકાયદે જથ્થા સાથે એકની ધરપકડ

વલસાડ રૂરલ પોલીસે વેલવાચ વાઘડરડા ફળીયા નજીક મારુતિ વેનમાં લાઇ જવાતા ખેરના 16,750ની કિંમતના લાકડા સાથે મારુતિ વેન ચાલકની અટક કરી છે. તેમજ વધુ તપાસ માટે મુદ્દામાલ જંગલ વિભાગને સોંપવામાં આવ્યો છે.

ds
fd
author img

By

Published : Jan 18, 2021, 1:07 PM IST

  • મારુતિ વેનમાં ભરીને 9 નંગ 335 કિલોગ્રામ ખેરના લાકડા કોસમકુવા લઈ જવાતા હતા
  • પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકિંગ કરી જથ્થો જપ્ત કર્યો
  • મુદ્દામાલ પોલીસે કબ્જે લઇને વધુ તપાસ જંગલ ખાતાને હવાલે કરી

વલસાડઃ વલસાડ રૂરલ પોલીસે વેલવાચ વાઘડરડા ફળીયા નજીક મારુતિ વેનમાં લાઇ જવાતા ખેરના 16,750ની કિંમતના લાકડા સાથે મારુતિ વેન ચાલકની અટક કરી છે. તેમજ વધુ તપાસ માટે મુદ્દામાલ જંગલ વિભાગને સોંપવામાં આવ્યો છે.

પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કારની કરી હતી તપાસ

રુરલ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી.એક મારૂતી વેનમાં ગેરકાયદેસર ખેરના લાકડાનો જથ્થો ભરી એક ઇસમ કોસમકુવા તરફ જનાર હોવાની બાતમી આધારે ખાનગી વાહનથી આડાશ કરી વાહન થોભાવી પોલીસે તપાસ હાથ ધરી હતી. કારચાલક ગૌરાંગકુમાર જીવણભાઇ ગાવીત ઉ.વ .૨૬ રહે ગામ ટાંકીની કારમાં તપાસ કરતાં 9 નંગ ખેરના લાકડા 335 કિલોગ્રામ વજનનાં ખેરના લાકડા પાસ પરમીટ વગરનાં મળી આવ્યા હતાં. જે ખેરના લાકડાની કુલ કિંમત 16,750 હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત પોલીસે મોબાઈલ ફોન અને કાર સહિત કુલ 1 લાખ 18 હજાર 500 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.

લાકડાનો જથ્થો ફોરેસ્ટ વિભાગને સોંપાયો

અધિક્ષક ડૉ.રાજદિપસીંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક એમ.એન.ચાવડાની સુચના મુજબ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા તેમજ ગેરકાયદેસરની પ્રવૃતિઓને નાથવા સારૂ પો.સ.ઇ.જી.આઇ રાઠોડ તથા ASI ચંદુભાઇ સુરપાલભાઇ તથા આ.પો.કો. નિતીનભાઇ ભીખાભાઇ તથા પો.કો.વીરેન્દ્રસીંહ ધનશ્યામભાઇ તથા અ.પો.કો ઓમ દેવસિંહ નીર્મળસિંહ તથા આ.પો.કો. મયુરસિંહ કનકસિંહ તથા અ.પો.કો વિષ્ણુભાઇ ગિરધરલાલ સાથે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. આ દરમિયાન મોજે વેલવાચ વાઘદરડા પટેલ ફળીયા પાસે બાતમી વળી કાર આવતા તપાસ કરતા તેમાંથી લાકડાનો જથ્થો મળ્યો હતો.

ગેરકાયદે લઇ જવાતા ખેરના લાકડાના જથ્થો મારુતિ વેનમાં મળી આવતા સમગ્ર મુદ્દામાલ કબ્જે લઇ વધુ તપાસ અર્થે રેન્જ ફોરેસ્ટ ઓફિસરને જાણકારી આપી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.