ETV Bharat / state

વલસાડ જિલ્લામાં 98 ટકા વાવેતર થયું, ડાંગરનું 71,124 હેકટરમાં સૌથી વધુ વાવેતર

દક્ષિણ ગુજરાત ભરપૂર વરસાદી પાણી ધરાવતો ક્ષેત્રીય વિસ્તાર છે. અહીં ડાંગરની ખેતી મુખ્ય ખેતી છે. એ ઉપરાંત શાકભાજી, કઠોળ અને ઘાસચારાનું વાવેતર કરવામાં આવે છે. આ વખતે વલસાડ જિલ્લામાં કુલ ખેતી વિસ્તારમાંથી 98 ટકા ખેતી વિસ્તારમાં વાવેતર થયું છે. જેમાં કુલ 99,312 હેક્ટરમાંથી 71,124 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે.

paddy-crop
વલસાડ જિલ્લામાં 98 ટકા વાવેતર થયું
author img

By

Published : Sep 9, 2020, 3:47 PM IST

વલસાડઃ જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં ઓછા વરસાદ બાદ મેઘરાજાએ કૃપાદ્રષ્ટિ વરસાવતા 100 ટકા વરસાદ નોંધાયો છે. જેને લઈને ખેડૂતોએ પણ મબલખ પાકનું વાવેતર કર્યું છે. વલસાડ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા આપવામાં આવેલી આંકડાકીય માહિતી મુજબ જિલ્લામાં આ વર્ષે 98 ટકા વાવેતર થયું છે અને સૌરાષ્ટ્ર જેવી કોઈ તારાજી ફેલાઈ નથી. અહીં મુખ્યત્વે ડાંગરની ખેતી કરવામાં આવે છે. જેને પુષ્કળ પાણીની જરૂરિયાત રહેતી હોય છે. એ ઉપરાંત શાકભાજી, કઠોળ અને ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે.

paddy-crop
વલસાડ જિલ્લામાં 98 ટકા વાવેતર થયું

ગત વર્ષે ચોમાસાની સીઝનમાં વલસાડ જિલ્લામાં કુલ 1,02,387 હેક્ટરમાં વાવેતર થયું હતું. આ વખતે 99,132 હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં જિલ્લાના 6 તાલુકા ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગામ, વલસાડ અને વાપીના ચોમાસુ ખેતી આધારીત વિસ્તારમાં કુલ 71,124 હેક્ટરમાં ડાંગર, 2,135 હેક્ટરમાં નાગલી-રાગી જેવા અન્ય ધાન્ય પાકનું વાવેતર થયું છે. કઠોળમાં અહીં તુવર, અડદ અને ચોળા-વાલનું વાવેતર થાય છે. જેમાં તુવેર 7388 હેક્ટરમાં, અડદ 5613 હેક્ટરમાં, ચોળા 349 હેક્ટરમાં, વાલ 1030 હેક્ટરમાં તેમજ અન્ય કઠોળનું 1371 હેક્ટરમાં વાવેતર થયું છે.

paddy-crop
વલસાડ જિલ્લામાં 98 ટકા વાવેતર થયું

વલસાડ જિલ્લો ઘાસચારો અને શાકભાજી માટે પણ જાણીતો છે. આ વર્ષે 5554 હેક્ટરમાં શાકભાજી, 3790 હેક્ટરમાં ઘાસચારો અને 1052 હેક્ટરમાં લીલા પડવાશનું વાવેતર કરાયું છે. એ ઉપરાંત 2325 હેક્ટરમાં ખરસાણી, 2345 હેક્ટરમાં તેલીબિયાં અને 4 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે.

વલસાડ જિલ્લામાં 98 ટકા વાવેતર થયું

જિલ્લામાં સૌથી વધુ વાવેતર કપરાડા, ધરમપુર અને પારડી તાલુકામાં થયું છે. જ્યારે ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા વાપી-ઉમરગામ તાલુકામાં ઓછું વાવેતર થયું છે. જો કે, હજી સુધી પાકમાં કોઈ જ નુકસાન કે જીવાતનો ઉપદ્રવ નોંધાયો નથી, જે જોતા આ વખતે ખેડૂતોને સોળ આની પાકની આશા બંધાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.