- મહારાષ્ટ્રમાં ગુજરાત કરતા ડીઝલ 5 રૂપિયા મોંઘુ
- મહારાષ્ટ્ર લોકો પેટ્રોલ-ડીઝલ ભરાવવા આવી રહ્યા છે ગુજરાત
- મહારાષ્ટ્રમાં પણ ઇંધણના ભાવ ઘટાડવામાં આવે તેવી લોકોની માંગ
વલસાડ : ગુજરાત સરકારે દિવાળી અને નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે પ્રજા ઉપર નાખેલો બોજો દૂર કરવા સાથે રેટમાં ઘટાડો કરી પેટ્રોલ અને ડીઝલના (Petrol Diesel Price) ભાવ ઓછા કર્યા છે, જેમાં પેટ્રોલમાં 17 રૂપિયા જ્યારે ડીઝલમાં 12 રૂપિયાનો (Petrol Price IN Gujarat) ઘટાડો નોંધાયો છે, જેને પગલે હાલ ગુજરાતના દરેક પેટ્રોલ પંપ ઉપર ડીઝલની કિંમત 90 રૂપિયા અને 36 પૈસા ઉપર પહોંચ્યું છે, જ્યારે પેટ્રોલની કિંમત 96 રૂપિયા અને 36 પૈસા ઉપર પહોંચી છે. હાલ તો લોકોએ મહદઅંશે રાહતનો શ્વાસ લીધો છે. જોકે ગુજરાતમાં ભાવ ઉતરતાની સાથે ગુજરાત બોર્ડરના મહારાષ્ટ્રને અડીને આવેલા ગામોમાં અનેક મહારાષ્ટ્રના લોકો પેટ્રોલ પંપ ઉપર પહોંચીને પેટ્રોલ ભરાવી રહ્યા છે.
ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે ડીઝલના ભાવમાં માત્ર 5 રૂપિયાનો તફાવત
ભાજપ શાસિત અનેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડી દીધા છે, જોકે બિનભાજપ સરકાર ધરાવતા અન્ય રાજ્યોમાં આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ અગાઉથી નક્કી કરેલા રેટ ઉપર વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેથી પ્રજા ઉપર બોજો વધી રહ્યો છે. ગુજરાતમાં ચૂંટણીલક્ષી કહો કે પ્રજાના હિત લક્ષી રાજ્ય સરકારે વેટમાં 8 ટકાનો ઘટાડો કરતા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો થયો છે, જેની સીધી અસર સામાન્ય પ્રજા ઉપર થઈ રહી છે અને લોકોને દિવાળી અને નવા વર્ષના પર્વમાં સરકારે કિંમતમાં ઘટાડો કરી નવી સોગાત આપી છે.
ગુજરાત સરકાર જો ભાવ ઘટાડી શકતી હોય તો મહારાષ્ટ્ર સરકાર કેમ નહિ ?
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાથી નાસિક તરફ જતા એટલે કે મહારાષ્ટ્રમાં પ્રવેશતા માર્ગ ઉપર છેવાડાના ગામ ટેટ બારી ખાતે આવેલા પેટ્રોલ પંપ પર મહારાષ્ટ્રના કેટલાક વાહનો પેટ્રોલ ભરાવવા માટે પહોંચ્યા હતા, જોકે ડીઝલ અને પેટ્રોલના ભાવ અંગે એક વાહન ચાલકે ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે પ્રજાલક્ષી પગલું લઈને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કર્યો છે, પરંતુ મહારાષ્ટ્ર સરકારે હજુ પણ પ્રજાલક્ષી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને પ્રજા ઉપર બોજો નાખીને તેમને આડકતરી રીતે ટેક્સ ભરવા મજબૂર કરવામાં આવી રહ્યા છે.
ડીઝલ પેટ્રોલની કાળાબજારીની શક્યતા
આમ હાલ તો ભાવ ઘટવાને કારને ગુજરાતની પ્રજાને લાભ મળે છે, પરંતુ મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં 5 રૂપિયા કિંમત ઓછી હોવાથી કેટલાક લોકો ગુજરાતના પમ્પ ઉપરથી ડીઝલ પેટ્રોલ ભરાવીને મહારાષ્ટ્રમાં કાળા બજાર પણ કરવા પ્રેરાઈ રહ્યા છે, જોકે આ બાબતે બોર્ડર ઉપર તૈનાત પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: