વલસાડઃ આગામી દિવસમાં આવી રહેલા હોળી અને ધૂળેટીના તહેવારને પગલે વલસાડ શહેરમાં કોઇ અપ્રિય ઘટના ન બને એવા હેતુથી વલસાડ શહેરના સીટી પોલીસ મથકમાં PI દેસાઈની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં હિંદુ અને મુસ્લિમ સમાજના સભ્યો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા જો કે, હાલમાં ચાલી રહેલા કરોના વાયરસના કહેર વચ્ચે લોકોમાં કેટલાક ભ્રમ અને અફવાઓ ફેલાઇ રહી છે. આવા સમયમાં કરોના વાયરસ માટે લોકોને સાચી વિગતો મળે તેવા હેતુથી અક્ષર હોસ્પિટલના ડોક્ટર પૂર્વેશ રામાવત દ્વારા કરોના વાઇરસ અંગેની વિવિધ વિગતો આપવામાં આવી હતી.
ડૉક્ટર પૂર્વેશે જણાવ્યું કે, વાયરસનો ચેપ લાગેલા લોકોની નજીક જવાને કારણે અન્ય લોકોમાં તેનો ચેપ લાગતો હોય છે. જેથી કોઇ એવી જગ્યાએ લોકોએ જતા ચેતવું જ્યાં લોકોનો સમૂહ વધુ હોય. બને તો રૂમાલ કે માસ્કનો ઉપયોગ કરવો. સાથે જ મહત્વ નું છે કે, વાયરસ જ્યારે કપડાં કે હાથ ઉપર હોય ત્યારે તે માત્ર 40 સેકન્ડ સુધી જ જીવી શકે છે. જેથી વધુ પડતું લોકોએ સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ.
નોંધનીય છે કે, હોળી અને ધુળેટી પર્વ માટે બોલાવવામાં આવેલી શાંતિ સમિતિની બેઠકમાં હોળી અને ધુળેટીના પ્રશ્નો તો બાજુ પર જ રહ્યા પરંતુ અગ્રણીઓએ વલસાડ શહેરમાં ઉદ્ભવતો ટ્રાફિકની સમસ્યાની પસ્તાવ PI સમક્ષ મૂક્યો હતો.