વલસાડ : વલસાડ જિલ્લાના પારડી પોલીસના પીઆઇ ડીજે સરવૈયાને મળેલી બાતમીને આધારે તેમણે જીવન રોડ પાસે આવેલા મકાનમાં ગાંજો વેચાતો હોવાની માહિતી મળી હતી. જે અંતર્ગત અચાનક પારડીના જીવન રોડ ઓમકાર યુવક મંડળના શેડની પાછળના ભાગમાં આવેલા દાંતી ફળિયામાં રહેતા સમયમાં જાન ભાઈ મેમણ ઉર્ફે બાઈખાલાના ઘરે રેઈડ કરી તેમની અને તેમના પુત્રની ધરપકડ કરી છે.
ગાઉથી ખાનગી રહે બાદમી મળી હતી જે અંતર્ગત તેમણે ચીવલ રોડ ઉપર ઇરેડ કરી અને રેઇડ સક્સેસ જતા તેમને ચરસ અને ગાંજાના જથ્થો મળી આવ્યો હતો. જોકે માતાપુત્ર કેટલા સમયથી તેનું વેચાણ કરતા હતાં તેની પ્રાથમિક પૂછપરછ હાલ પોલીસ કરી રહી છે. તેમ જ આ જથ્થો તે કોની પાસેથી લાવતા હતા તે અંગે પણ વધુ તપાસ પોલીસ કરી રહી છે..બી.જે. સરવૈયા(પારડી પોલીસ મથકના પીઆઇ)
3 કિલો ગાંજો અને 364 ગ્રામ ચરસ મળ્યું : પોલીસે ચીવલ રોડ ઉપર એક ઘરમાં રેઇડ કરી તપાસ હાથ ધરતા ઘરમાંથી 364 ગ્રામ જેટલું ચરસ અને ત્રણ કિલો ગાંજો મળી આવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી આ ઘરમાં માતા અને પુત્ર ચરસ અને ગાંજાનો કાળો કારોબાર કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
માતાપુત્રની ધરપકડ : ચીવલ રોડ ઉપર ઓમકાર યુવક મંડળના શેડની પાછળના ભાગમાં દાંતી ફળિયામાં રહેતા શમીમ જાનભાઈ મેમણ ઉર્ફે બાઈખાલાના ઘરે રેડ કરી તેમના અને તેમના પુત્ર ઝાફર રફીક હુસેનની પૂછપરછ કરવાની સાથે ઘરમાં તપાસ કરતા ઘરની અંદરથી ગાંજો અને ચરસ મળી આવતાં પોલીસે આ સમગ્ર કેસમાં માતાપુત્રની ધરપકડ કરી છે. માતાપુત્ર સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
માદક પદાર્થની ખરાઈ માટે એફએલએલ ટીમ આવી : પારડી પોલીસે રેડ કરતા મળી આવેલા માદક પદાર્થની ખરાઈ કરવા માટે જિલ્લા એફએસએલની ટીમને સ્થળ ઉપર બોલાવવામાં આવી હતી. તેમના દ્વારા પોલીસને મળી આવેલા 2.934 કિલોગ્રામ ગાંજો જેની કિંમત રૂપિયા 29340 તેમજ ચોરસ 364 ગ્રામ જેની કિંમત રૂપિયા 54,600 નો જથ્થો કબજે લઈ પારડી પોલીસ મથકે લઈ આવ્યા બાદ નારકોટીક્સ ડ્રગ્સ એકટ હેઠળ વિવિધ કલમો નોધી માતા પુત્રની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.