- પારડી પોલીસે 63800/-કિંમતના દારૂ સાથે 1ને ઝડપી પાડ્યો
- પારડી પોલીસે ખેપિયાની દારૂ હેરાફેરીની યુક્તિને નિષ્ફળ કરી
વલસાડઃ પારડી પોલીસે પૂર્વ બાતમીને આધારે ફાઉન્ટન હોટલ હાઇવે પાસે ટેમ્પોની અટકાયત કરી હતી. તપાસ કરતા ટેમ્પામાં બાંધેલ હુડની ઉપરના ભાગે ટાડપત્રી બાંધીને દારૂની બોટલો ગોઠવીને લઈ જવામાં આવતી હોવાનું બહાર આવતા પોલીસ ચોકી ઉઠી હતી. પોલીસે 63800/- કિંમતનો દારૂ સાથે 1 ને ઝડપી લીધો હતો.
દારૂની હેરાફેરી કરાઇ નિષ્ફળ
દારૂની હેરાફેરી માટે ખેપિયાઓ અવનવી યુક્તિ અજમાવતા હોય છે. ક્યારેક કાર કે બાઈકમાં ચોરખાનું બનાવતા હોય છે તો ક્યારેક કોઈ સામાનની આડમાં દારૂની હેરાફેરી કરતા હોય છે. પરંતુ પોલીસ પણ સચોટ બાતમીદાર મારફતે આવા ખેપિયાઓને ઝડપી પાડતી આવી છે. ફરી એકવાર પારડી પોલીસે ખેપિયાની દારૂ હેરાફેરી કરવાની એક યુક્તિને નિષ્ફળ કરી છે.
બાતમી વાળો ટેમ્પો પોલિસની પ્રાથમિક તપાસમાં ખાલી નીકળ્યો
પારડી પોલીસે શુક્રવારના રોજ સવારે ફાઉન્ટન હોટલની સામે પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશને મળેલી બાતમી આધારે વોચ ગોઠવી ટેમ્પો આવતા પોલીસે અટકાવ્યો હતો અને ટેમ્પાની તપાસ કરતા ટેમ્પો ખાલી મળી આવ્યો હતો.
63800નો દારૂ કબ્જે કર્યો
પોલીસે ટેમ્પામાંથી દારૂની 362 બાટલી નંગ જેની કિંમત રૂપિયા 63800/- નો દારૂ કબ્જે લોધો હતો. અને 2 લાખનો ટેમ્પો કબ્જે કરી ટેમ્પો ચાલક વિરેન્દ્ર વસંતભાઈ ભોયા અને ગણેશ દીપકભાઈની ધરપકડ કરી હતી.
દમણથી દારૂ ભરાવનારાને કરાયા વોન્ટેડ જાહેર
દમણથી દારૂ ભરાવનારો વિનોદ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ સુરત ખાતે દારૂ મંગાવનારા 2 ઈસમોને વોન્ટેડ જાહેર કરી પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.