ETV Bharat / state

Pardi Demolition : રોહીણા ગામે તંત્ર દ્વારા ડીમોલેશન કામગીરી, સ્થાનિકોનો જેસીબી મશીન આગળ બેસી વિરોધ

રોહીણા ગામે 71 જેટલા આદિવાસી સમાજના લોકોની દુકાનોનું ડીમોલેશન કરવામાં આવતા તમામ લોકોની રોજી છીનવાઈ છે. આજે વહીવટી તંત્ર દ્વારા નહેર માર્જિનના 18 મીટરમાં આવતી દુકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જોકે આ કામગીરીનો વિરોધ કરતા સ્થાનિકો જેસીબી મશીન આગળ બેસી ગયા હતા. ત્યારે પોલીસ દ્વારા બળપ્રયોગ પણ કરવામાં આવ્યો હતો.

Pardi Demolition
Pardi Demolition
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 12, 2023, 9:11 PM IST

Updated : Sep 13, 2023, 11:06 AM IST

સ્થાનિકોનો જેસીબી મશીન આગળ બેસી વિરોધ

વલસાડ : રોહીણા ગામે 71 જેટલા આદિવાસી સમાજના લોકોની દુકાનોનું ડીમોલેશન કરવામાં આવતા તમામ લોકોની રોજી છીનવાઈ છે. આજે વહીવટી તંત્ર અને દમણ ગંગા નહેર વિભાગ દ્વારા નહેર માર્જિનના 18 મીટરમાં આવતી દુકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જોકે આ કામગીરીનો વિરોધ કરતા સ્થાનિકો જેસીબી મશીન આગળ બેસી ગયા હતા. આ દુકાનદારો અને આદિવાસી સમાજના અગ્રણીઓને પોલીસે બળપ્રયોગ કરી ડિટેઇન કર્યા હતા. જે બાદ ડીમોલેશન કામગીરી ચાલી હતી.

રોહીણા ગામે તંત્ર દ્વારા ડીમોલેશન કામગીરી

ડીમોલેશન કામગીરી : રોહીણા ગામે 71 જેટલા દુકાનદારો નહેરથી 18 મીટરના અંતરમાં દબાણ કરી દુકાન ચલાવી રહ્યા હતા. એ તમામને ચાર માસ અગાઉ દમણ ગંગા નહેર વિભાગ દ્વારા નોટિસ આપી દુકાન ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ પણ તેઓને વિસ્તાર ખાલી કરવા માટે ત્રણ નોટિસ આપવામાં આવી હતી. પરંતુ આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા ભેગા મળી ગઈ કાલે વાંધો રજૂ કર્યો હતો. ત્યારબાદ આજે સવારથી જ પોલીસ કાફલા સાથે વહીવટી તંત્ર પ્રાંત અધિકારીની હાજરીમાં રોહિણા ગામે પહોંચી ગયું હતું. જેમાં સાથે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ સ્થળ ઉપર પહોંચ્યો હતો.

અગ્રણીઓની અટકાયત : વહીવટી તંત્ર દ્વારા દુકાન હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવે તે પહેલા જ આદિવાસી સમાજના અગ્રણી કલ્પેશ પટેલ તેમજ કોંગ્રેસના મહામંત્રી વસંતભાઈ તેમજ આમ આદમી પાર્ટીના જયેન્દ્ર ભાવિત સહિતના અગ્રણીઓ દુકાનદારોની પડખે આવ્યા હતા. તેમના નેતૃત્વમાં સ્થાનિક લોકો જેસીબીની આગળ બેસી જઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવા લાગ્યા હતા. જોકે ડિમોલેશન કરવાનો મૂડ બનાવીને આવેલા અધિકારીઓએ પોલીસ કાફલા સાથે પહોંચ્યા હતા. પોલીસે વિરોધ કરી રહેલા આ તમામ પર બળપ્રયોગ કરી બસમાં બેસાડી અટકાયત કરી હતી. ત્યારબાદ નહેરના માર્જિનમાં આવતી તમામ દુકાનોના દબાણ હટાવી લીધા હતા.

તમામ દુકાનદારોને ચાર માસ અગાઉ નોટિસ આપીને જાણ કરવામાં આવી હતી. તે બાદ પણ સમયાંતરે ત્રણ જેટલી નોટિસ આપી દુકાન ખાલી કરવા માટે મોહલત પણ આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાં દુકાનદારોએ પોતાની દુકાનો નહેરના માર્જિનમાંથી ન હટાવતા આખરે વહીવટી તંત્ર દ્વારા આજે આ તમામ દુકાનો હટાવી લેવામાં આવી છે. જોકે 50 જેટલા દુકાનદારોએ સ્વૈચ્છિક રીતે પોતાની દુકાનોમાંથી સામાન દૂર કરી આપ્યો હતો. -- એસ.એમ. પટેલ (ઈજનેર, દમણ ગંગા નહેર વિભાગ વાપી)

સ્થાનિકોનો વેદના : મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી અહીં દુકાન બનાવી લોકો પોતાની રોજીરોટી રળી રહ્યા છે. ત્યારે તેમાં કેટલીક વિધવા મહિલાઓ પણ સામેલ છે. હાલમાં તમામ દુકાનો તૂટી જતા તેઓની હાલત કફોડી બની છે. તો કેટલાક દુકાનદારોએ દુકાનમાં માલ સામાન ભરવા માટે લોન પણ લીધી હતી. જ્યારે હવે આ દુકાન તોડી નાખવામાં આવી છે. ત્યારે તેઓ આ લોનની ભરપાઈ કેવી રીતે કરશે તેવી પણ વેદના તેવો વ્યક્ત કરી રહ્યા હતા.

પોલીસ મથકે વિરોધ : પોલીસે અટક કરેલા તમામ અગ્રણીઓને પારડી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં આદિવાસી નેતા કલ્પેશ પટેલ દ્વારા આદિવાસી સમાજના અગ્રણીઓને આહવાન કરી તમામને પોલીસ મથકે બોલાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ મથકની બહાર રોડ ઉપર બેસી સૂત્રોચાર અને દેખાવો કર્યા હતા. જેમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને ખેરગામના ડોક્ટર નીરવ પટેલ સહિત અનેક અગ્રણીઓ તેમની સાથે જોડાયા હતા.

  1. Valsad Crime : લો હવે દારુની ખેપ મારતા એસઆરપી જવાન ઝડપાયો, પારડી પોલીસની સતર્કતાથી કરેલી કારી ફાવી નહીં
  2. Gujarat Farmer Society Office : સુરતમાં વર્ષોથી કાર્યરત ગુજરાત ખેડૂત સમાજની ઓફિસ ગણતરીની મિનિટમાં ધરાશાયી

Last Updated : Sep 13, 2023, 11:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.