વલસાડ: પારડી તાલુકાના ધગડમાળ ગામે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ગાંધીનગરના સહયોગથી પારડી જૂથ પાણી પુરવઠા યોજના પેકેજ-1 ના ખાતમુહૂર્ત આજે ગુજરાતના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ અને ભરત પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ યોજનાની કામગીરી શરૂ થતાની સાથે જ આસપાસના પારડી તાલુકાના 40 જેટલા ગામોને પીવાના પાણીની સમસ્યા ઉકેલાઈ જશે. 112.48 કરોડની પારડી જૂથ પાણી પુરવઠા યોજનાનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ.
આ યોજના અંતર્ગત વિવિધ ગામોમાં 50 નંગ જેટલી ટાંકી પંપીંગ મશીનરી, 19 નંગ રાઇઝિંગ મુખ્ય લાઈન 49.8 કિલોમીટરથી 40 જેટલા ગામોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ યોજના કેન્દ્રની જલ સેનલ તક અંતર્ગત અમલમાં મુકવામાં આવી છે. આજે આ ખાતમુહૂર્ત પ્રસંગે વલસાડ જિલ્લાના સાંસદ કે.સી પટેલ તેમજ ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન મુજબ પૂજા કરી ખાતમુહુર્ત કર્યું હતું. સાથે સાથે ઉપસ્થિત રહેલા સહકાર પ્રધાન ઈશ્વરસિંહ ભાઈ અને દક્ષિણ ગુજરાત પ્રભારી ભરતસિંહ પરમારના વરદ હસ્તે શ્રીફળ વધારીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે આ કાર્યક્રમ દરમિયાન વલસાડ જિલ્લાના ધારાસભ્ય ભરતભાઈ પટેલ અરવિંદભાઈ પટેલ માજી ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી તેમજ ભારતીય જનતા પાર્ટીના વલસાડ જિલ્લાના પ્રમુખ અને પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા.