દમણઃ કોરોના મહામારી અને લોકડાઉનના કારણે લોકો ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યાં છે. ત્યારે ઓનલાઈન ઠગાઈ કરતા ઈસમો પણ સક્રિય બની બેન્ક ખાતાને ખાલી કરી રહ્યાં છે. આવો જ એક કિસ્સો વાપીમાં બન્યો છે. વાપીના બલિઠાના એક યુવકને પેટીએમ અપડેટ કરવાના બહાને OTP નંબર મોકલી 5800નો ચુનો ચોપડી દીધો હતો.
સુમતને છેતરાયાનો અહેસાસ થયો અને તાત્કાલિક તેમના ખાતામાં કુલ 38000માંથી બચેલા 33000 હજાર જેવી રકમ પોતાના દોસ્તના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી.
ઓનલાઈન પૈસા ઉપાડનાર ઇસમના મોબાઈલ ફોન પર વાત કરી કે મારા ખાતામાંથી પૈસા કેમ કપાયા છે. તો સામેથી આ પૈસા ફી તરીકે કપાતા હોવાનું જણાવ્યું હતું. પરંતુ તે બાદ આ અંગેનો કોઈ જ મેસેજ ન આવતા ઓનલાઈન પૈસા તફડાવી લેનાર ફ્રોડ ટોળકી સામે સુમિતે પોલીસ મથકમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.