ETV Bharat / state

વલસાડની ખાનગી શાળામાં ઓનલાઇન શિક્ષણ બંધ કરવાની અપાઈ ચીમકી - ઓનલાઇન શિક્ષણ

હાઇકોર્ટ અને સરકારના પરિપત્ર બાદ સ્વનિર્ભર શાળાઓ બાઈ ચડાવી ઓનલાઇન શિક્ષણ બંધ કરવાની જાહેરાત કરી છે. વલસાડ જિલ્લામાં ચાલતી અનેક સ્વનિર્ભર શાળા મંડળના પ્રમુખે સરકારના ફી ન વસુલવાના નિર્ણયથી દુઃખ જાહેર કર્યું છે અને તેઓના ખર્ચ અને વેતન કઈ રીતે ચૂકવીશું જેવા સવાલોમાં સરી પડ્યા છે. સાથે જ પોતાની સમસ્યાના નિરાકરણ માટે તંત્ર સમક્ષ રજૂઆત કરી રહ્યાં છે.

વલસાડ
વલસાડ
author img

By

Published : Jul 24, 2020, 1:51 PM IST

વલસાડઃ વૈશ્વિક મહામારી કોરોનાને લઈને છેલ્લા ત્રણ મહિનાથી થયેલા આ લોકડાઉન દરમિયાન સ્કૂલો કોલેજો અને અનેક શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. તેમ છતાં પણ લોકડાઉનના પિરિયડમાં બંધ રહેલી શાળાઓએ વાલીઓ પાસેથી ફી વસૂલતી હતી. જેના કારણે વાલીઓએ હાઇકોર્ટમાં PIL રજૂ કરી હતી. ત્યારબાદ હાઇકોર્ટે સરકારને ફટકાર લગાવી હતી અને સરકારના શિક્ષણ વિભાગે ફરીથી એક પરિપત્ર રજૂ કરી જણાવ્યું કે, જ્યાં સુધી લોકડાઉન ખૂલે નહીં અને શૈક્ષણિક સંસ્થાઓ શરૂ ન થાય ત્યાં સુધી કોઇપણ શાળાએ વાલીઓ પાસેથી ફી વસુલવી નહીં. તેમજ કોઈપણ વાલીએ પણ સ્કૂલોને ફી આપવી નહીં.

અચાનક સરકારમાંથી આવેલા આ પરિપત્રના કારણે વલસાડ જિલ્લામાં ચાલતી અનેક સ્વનિર્ભર સ્કૂલોના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. તેમણે સરકારના આ નિર્ણયને ખૂબ જ દુઃખદ ગણાવ્યો છે અને જણાવ્યું છે કે, જો વાલીઓ ફી નહીં આપે તો સ્કૂલોનું સંચાલન થઈ શકશે નહીં અને સ્કૂલોને આર્થિક રીતે ફટકો પડશે. સ્વનિર્ભર સ્કૂલો દ્વારા બાળકોની ફીમાંથી જ શિક્ષકોને પગાર પણ આપવામાં આવે છે. જો ફી નહીં આવે તો શિક્ષકોનો પગાર પણ થશે નહિં. જેથી કરીને સ્કૂલ સંચાલકો મુશ્કેલીમાં મુકાશે. આમ, સરાકરના આ નિર્ણયને કારણે ખાનગી શાળાઓ આર્થિક રીતે નબળી થઈ પડી છે, ત્યારે વલસાડ જિલ્લાની અનેક સ્વનિર્ભર શાળાઓએ ઓનલાઇન શિક્ષણ બંધ કરવાની જાહેરાત કરી છે.

વલસાડની ખાનગી શાળામાં ઓનલાઇન શિક્ષણ બંધ કરવાની અપાઈ ચીમકી

નોંધનીય છે કે, વલસાડ જિલ્લામાં સ્વનિર્ભર 137 જેટલી સ્કૂલો આવેલી છે અને આ તમામ સ્કૂલોમાં સરકારનો પરિપત્ર મળી ચૂક્યો છે. તેમ છતાં પણ આ સમગ્ર બાબતે જિલ્લાના શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, હજુ સુધી વલસાડ જિલ્લામાં એવી કોઈ ધ્યાનમાં આવી નથી જેણે ઓનલાઇન શિક્ષણ બંધ કરવાની જાહેરાત કરી હોય.

તો બીજી તરફ સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મંડળના પ્રમુખ કપિલ જીવનદાસજી મહારાજે આ સમગ્ર બાબતે ઓનલાઇન શિક્ષણ બંધ કરવાની જાહેરાત કરી છે. મહત્વનું એ છે કે, સ્વનિર્ભર સ્કૂલો જે બાળકોને મફતમાં શિક્ષણ આપવાની વાત કરતી હતી. આવી સ્કૂલોને સરકારે ફટકાર લગાવી તેને લઈને સ્કૂલોએ ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેવાની જાહેરાત કરી છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે, સ્કૂલોનેે શિક્ષણ આપવા નહીં પરંતુ શિક્ષણને વ્યાપારીકરણમાં ફેરવવામાં વધુ રસ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.