ETV Bharat / state

વલસાડના ગાડરિયામાં આવેલી કંપનીમાં મશીનનું પતરું તૂટતા કામદારનું મોત

author img

By

Published : Dec 6, 2019, 3:25 AM IST

વલસાડઃ ગાડરિયા ગામે ગ્લાસની ટ્યુબ અને રોડ બનાવતી કૃપાચેતન મેન્યુફેકરર કંપની પ્રાઇવેટ લીમીટેડમાં મશીનનું પતરું તૂટતા ત્યાં કામ કરી રહેલા એક કામદારના પેટમાં વાગતા તેના આંતરડા બહાર આવી ગયા હતા અને ગંભીર ઈજાઓને પગલે તેનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવકને ઈજાઓ થતાં સારવાર માટે વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટના બન્યા બાદ આજે મૃતકના પરિજનો કંપનીના ગેટ પર એકત્ર થઈ વળતરની માગ સાથે હોબાળો મચાવ્યો હતો.

વલસાડઃ
વલસાડઃ

વલસાડ ધરમપુર રોડ પર આવેલા ગાડરિયા ગામમાં કૃપાચેતન મેન્યુફેકચર કંપની પ્રાઇવેટ લિમિટેડમાં ગઈ કાલે રાત્રે સેન્ટ્રીફ્યુગલ મશીન પાસે કૃણાલ ધોડિયા કામ કરી રહ્યો હતો, ત્યારે મશીનનો એક તરફનું પતરું અચાનક તૂટી જતા યુવકના પેટના ભાગે વાગતા યુવકના આંતરડા બહાર આવી ગયા હતા અને લોહી વહી જતા યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું.

વલસાડના ગાડરિયામાં આવેલી કંપનીમાં મશીનનું પતરું તૂટતા કામદારનું મોત

જ્યારે તેની સાથે કામ કરી રહેલા અન્ય એક યુવકને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટના બનતા પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી અને અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી હતી. બીજી તરફ મૃતકના પરિજનો દ્વારા કંપની પાસે વળતર માટેની માગ કરતા એકત્ર થઈ કંપનીના ગેટ આગળ હોબાળો મચાવ્યો હતો. જે બાદ કંપની સંચાલકોએ વળતર આપવા માટેનું આશ્વાસન આપતા સમગ્ર મામલો શાંત પડ્યો હતો.

Intro:વલસાડ નજીક આવેલા ગાડરિયા ગામે ગ્લાસ ની ટ્યુબ અને રોડ બનાવતી કૃપાચેતન મેન્યુફેકરર કંપની પ્રાઇવેટ લીમિટેડ માં મશીન નું પતરું ફાટી ત્યાં કામ કરી રહેલ એક કામદાર ના પેટ માં વાગતા તેના આંતરડા બહાર આવી ગયા હતા અને ગંભીર ઈજાઓ ને પગલે તેનું સ્થળ ઉપર જ મોત થયું હતું જ્યારે અન્ય એક યુવક ને ઈજાઓ થતા સારવાર માટે વલસાડની હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો ઘટના બન્યા બાદ આજે મૃતકના પરિજનો કંપનીના ગેટ ઉપર એકત્ર થઈ વળતર ની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો Body:વલસાડ ધરમપુર રોડ ઉપર આવેલ ગાડરિયા ગામે આવેલ કૃપાચેતન મેન્યુફેકચર કંપની પ્રાઇવેટ લિમિટેડ માં ગઈ કાલે રાત્રે સેન્ટ્રીફ્યુગલ મશીન પાસે કૃણાલ મનસુખ ભાઈ ધોડિયા પટેલ રહે કાંજન હરિ કામ કરી રહ્યો હતો ત્યારે મશીન નો એકતરફ નું પતરું અચાનક તૂટી જઈ યુવકના પેટના ભાગે વાગતા યુવકના આંતરડા બહાર આવી ગયા હતા અને લોહી વહી જતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે તેની સાથે કામ કરી રહેલ અન્ય એક યુવક જે ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ઘટના બનતા પોલીસ પણ સ્થળ ઉપર પોહચી હતી અને અકસ્માત મોત નો ગુન્હો દાખલ કરી આગળ ની તપાસ શરૂ કરી છે Conclusion:તો બીજીતરફ મૃતકના પરિજનો દ્વારા કંપની પાસે વળતર માટે ની માગ કરતા એકત્ર થઈ કંપનીના ગેટ આગળ હોબાળો મચાવ્યો હતો જે બાદ કંપની સંચાલકો એ વળતર આપવા માટે નું આશ્વાસન આપતા સમગ્ર મામલો શાંત પડ્યો હતો

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.