વાપી : જિલ્લામાં શનિવારે જનસેવા કોવિડ હોસ્પિટલના લેબ ટેક્નિશયન અને ગોદાલ નગરમાં રહેતા 18 વર્ષીય યુવકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યાં બાદ રવિવારે તેની પિતરાઈ બહેનનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગ તરફથી મળેલી જાણકારી મુજબ આ બાળ દર્દી છે જેની ઉંમર 12 વર્ષ છે.
યુવકની પિતરાઈ બહેનને કોરોના પોઝિટિવ આવતા વલસાડ જિલ્લામાં કોરોનાનો આંક 9 ઉપર પહોંચ્યો છે. જેમાંથી 4 લોકો સ્વસ્થ્ય થયાં છે, 1 નું મોત થયું હતું અને હાલ 4 પોઝિટિવ કેસ સારવાર હેઠળ છે.
શનિવારે નોંધાયેલા કોરોના પોઝિટિવના બે દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 200 લોકોથી વધુને આરોગ્ય વિભાગે કોરોન્ટાઇન કર્યા છે. જેમાં જનસેવા હોસ્પિટલના લેબ ટેક્નિશયનના સંપર્કમાં આવેલા 90 જેટલા લોકોનો સમાવેશ થાય છે. જ્યારે ગોદાલ નગરના યુવકના સંપર્કમાં આવેલા 120થી વધુ લોકોનો સમાવેશ થાય છે. જેમાં યુવકના માતાપિતા ઉપરાંત હરિયા હોસ્પિટલના તબીબોને પણ કોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે.
સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ યુવકના માતાપિતા થોડા દિવસ પહેલા મુંબઈ ગયા હતાં, અને ત્યાંથી પરત આવ્યા હતાં. જે બાદ યુવક વાપીના અનેક લોકોને મળ્યો હતો.
વાપીમાં રવિવારે 1 બાળકીનો રિપોર્ટ આવ્યો કોરોના પોઝિટિવ, જિલ્લામાં કુલ 9મો પોઝિટિવ કેસ નોંધાયો - જિલ્લામાં કુલ 9મો પોઝિટિવ કેસ નોંધાયો
વલસાડ જિલ્લાના વાપીમાં શનિવારે 2 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. જે બાદ વાપી ગોદાલ નગરમાં રહેતી યુવતીનો પણ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. તો આ સાથે જ જિલ્લામાં હવે કુલ 9 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.