વલસાડ: શનિવારે શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવેલા આ શિક્ષકો પૈકી તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોમાં ખારવેલ પ્રાથમિક શાળાના હર્ષાબેન પરમાર અને નાના પોયડા પ્રાથમિક શાળાના નેહલભાઈ રમેશભાઈ પટેલ તેમજ જિલ્લા કક્ષાના શિક્ષકોમાં ફલધરા માધ્યમિક શાળાના વિપુલભાઈ પટેલ, સી.આર.સી રોણવેલ કૃણાલભાઈ જે પટેલ અને અંબાસર પ્રાથમિક શાળાના જગદીશભાઇ આર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગીય પ્રણવ મુખરજીને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ પણ વાંચો - આજે શિક્ષક દિવસ
ભારતના મહાન તત્વજ્ઞાની, વિદ્વાન અને રાજકારણી એવા સર્વપલ્લી રાધાકૃષ્ણનની આજે 132મી જન્મજયંતિ છે. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5મી સપ્ટેમ્બર 1888ના રોજ બ્રિટિશરોના તાબામાં આવતા મદ્રાસ પ્રાંતમાં થયો હતો. તેમના સિધ્ધાંતો અને ઉપદેશોની સમગ્ર વિશ્વમાં ઉંડી અસર થઇ હતી.