- વલસાડમાં DSP એ કોરોના વેક્સિન લીધી
- વાપીમાં TDO, મામલતદારે વેક્સિન લીધી
- જિલ્લામાં કુલ 2495 અધિકારીઓ અને કર્મચારીઓએ ડોઝ લીધા
વાપી : વલસાડ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા જિલ્લાના 6 તાલુકાઓમાં 13 જેટલા સ્થળોએ 2495 અધિકારીઓ અને કર્મચારીઓને કોવિડ-19 વેક્સિનેશન આપવામાં આવ્યું હતું. વાપીના ડુંગરા ખાતે વાપીના TDO, મામલતદાર, પોલીસ જવાનોએ વેક્સિનના ડોઝ મુકાવ્યા હતા.
વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓએ કોરોનાની રસી લીધી
જિલ્લામાં યોજાયેલા વેક્સિન કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક ડો.રાજદીપ સિંહ ઝાલા, નિવાસી અધિક કલેક્ટર એન.એ.રાજપૂત સહિત વરિષ્ઠ અધિકારીઓ કર્મચારીઓએ કોરોનાની રસી લીધી હતી.
ડુંગરા UPHC ખાતે વેક્સિન પ્રક્રિયાનો બીજો રાઉન્ડ શરૂ
વાપીમાં ડુંગરા UPHC ખાતે વેક્સિનેશન કેમ્પમાં વાપી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી, વાપીના રૂરલ અને ગ્રામ્ય મામલતદાર, વાપી ટાઉન પોલીસ મથકના PSI સહિત અધિકારીઓ-કર્મચારીઓએ કોવિશિલ્ડના ડોઝ લીધા હતા.