ETV Bharat / state

વલસાડમાં 4 દિવસથી એકપણ ટ્રેન ન મૂકાતા શ્રમિકોની ધીરજ ખૂટી

લોકડાઉનમાં અટવાયેલા યુપી અને બિહારવાસી શ્રમિકોને પોતાના વતન મોકલવા માટે વલસાડ જિલ્લામાંથી લગભગ અત્યાર સુધીમાં 11 જેટલી ટ્રેન રદ કરવામાં આવી છે. જોકે ગત તારીખ 20ના રોજ આગ્રા તરફ જનારી ટ્રેન કોઈક અગમ્ય કારણોસર કેન્સલ કર્યા બાદ પાંચ દિવસ થવા છતાં પણ હજુ સુધી એક પણ ટ્રેન મૂકવામાં ન આવતા વલસાડ નગરપાલિકાના સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં કન્ફર્મ ટિકિટ સાથે ઘરે જવા માટે રાહ જોઈ રહેલા અનેક શ્રમિકો ધીરજ ખૂટી પડી હતી.

author img

By

Published : May 24, 2020, 5:08 PM IST

વલસાડમાં 4 દિવસથી એકપણ ટ્રેન ન મૂકાતા, શ્રમિકોની ધીરજ ખૂટી

વલસાડઃ આજે ચાર દિવસ વિતવા છતાં એક પણ ટ્રેન મૂકવામાં ન આવતા વતન જવા માટે હાથમાં ટિકિટ લઈને રાહ જોઈ રહેલા લોકોની ધીરજ ખૂટી પડી હતી અને આ તમામ શ્રમિકો વલસાડ નગરપાલિકાના સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં એકત્ર થઇને પાલિકાના સંચાલક અધિકારી સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.

વૈશ્વિક મહામારી કોરોનાને લઈને સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે, ત્યારે વલસાડ જિલ્લાની વિવિધ જીઆઇડીસીઓમાં ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા વિસ્તારોમાંથી મજૂરીકામ અર્થે આવેલા શ્રમિકો છેલ્લા બે માસથી અટવાઈ પડ્યા છે, જો કે તેમને પોતાના વતન મોકલવા માટે સરકારે વ્યવસ્થા કરી છે. જેમાં કેટલીક ટ્રેનો વલસાડથી રવાના થઈ ચૂકી છે. પરંતુ ગત તારીખ 20ના રોજ 1,200થી વધુ લોકોને લઈને લખનઉ અને આગળ આ તરફ જનારી ટ્રેન અચાનક કોઇ અગમ્ય કારણોસર કેન્સલ કરી દેવામાં આવી હતી.

શ્રમિકોએ કહ્યું કે, તેઓને પોતાના વતન જવું છે. મૂળ મજૂરી કરવા માટે આવેલા લોકો ભાડાના પૈસા અને પોતાની પાસે રાખવા લાવેલા પૈસા પણ ખર્ચી બેઠા છે અને તેઓની પાસે માત્ર હવે હાથમાં વતન જવા માટે એક ટિકિટ જ રહી છે. અને એ ટિકિટની લોલીપોપ આપ્યા બાદ વહીવટી તંત્ર છેલ્લા ચાર દિવસથી એક પણ ટ્રેન ન મુકતા પાલિકાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં વતન જવા માટે એકત્ર થયેલા અનેક શ્રમિકોની ધીરજ ખૂટી પડી હતી.

આ અધિકારીએ તેઓને આશ્વાસન આપતાં જણાવ્યું કે, જ્યાં સુધી ટ્રેન અહીંથી મુકાઈ નહીં ત્યાં સુધી તમારા માટે રહેવા અને ખાવાપીવા માટે પાલિકાનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હંમેશા માટે ખુલ્લો રાખવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.