ETV Bharat / state

ગુજરાતની આ સરકારી હોસ્પિટલ કાબિલ-એ-તારીફ, 1 વર્ષમાં 881 ડીલીવરી, એક પણ બાળમોત નહીં - ભાજપ

વાપી: રાજસ્થાન અને ગુજરાતની વિવિધ હોસ્પિટલોમાં નવાજાત શિશુના મોત થઈ રહ્યાં છે, ત્યારે રાજકોટમાં છેલ્લા ડિસેમ્બરમાં 111 અને અમદાવાદમાં 88 શિશુઓના મોત થયાં છે. જેને લઈને સરકારી હોસ્પિટલો બદનામ થઈ છે. સરકાર સામે વિપક્ષે હોબાળો મચાવ્યો છે, આવા માહોલ વચ્ચે વાપીમાં આવેલી સરકારી હોસ્પિટલમાં વર્ષ 2019ના 881 ડીલીવરીના કેસ નોંધાયા હતાં. જેમાં એક પણ શિશુનું મોત થયું નથી.

Etv Bharat, Gujarati News, Vapi News
ગુજરાતની આ સરકારી હોસ્પિટલની કાબિલ-એ-તારીફ
author img

By

Published : Jan 7, 2020, 2:56 PM IST

વાપી ઔદ્યોગિક વિસ્તારમાં ખાનગી હોસ્પિટલોનો રાફડો ફાટ્યો છે. અહીં ચલા વિસ્તારમાં આવેલી સરકારી હોસ્પિટલ માત્ર એક જ છે, પરંતુ આ એક સરકારી હોસ્પિટલની કામગીરી સરાહનીય રહી છે. હોસ્પિટલમાં 1લી જાન્યુઆરી 2019થી લઈને 31 ડિસેમ્બર 2019 દરમિયાન નોર્મલ ડિલિવરીના 522 અને સિઝેરિયન 259 મળી કુલ 881 શિશુઓ જન્મ્યા હતા. આ શિશુની ડિલિવરી બાદ હોસ્પિટલમાં અપાતી સાત દિવસની સારવાર દરમ્યાન એક પણ શિશુનું મોત થયું નથી. આ સરકારી હોસ્પિટલમાં 2019માં જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન કુલ 2288 ઓપરેશનના કેસ નોંધાયા હતાં. જેમાંથી માત્ર 8 દર્દીઓના જ મૃત્યુ થયા છે. જે આરોગ્ય વિભાગના ઇતિહાસમાં ગૌરવવંતી બહુ ઓછા છે. આમ, હોસ્પિટલમાં વધતા દર્દીઓ માટે ખરા અર્થમાં જીવનદાતા બની રહી છે. સરકારી હોસ્પિટલની સરાહનીય કામગીરીની સાથે સાથે હોસ્પિટલના કર્મચારીઓની કામગીરી પણ નોંધાપાત્ર રહી છે.

ગુજરાતની આ સરકારી હોસ્પિટલની કાબિલ-એ-તારીફ

આ હોસ્પિટલમાં પાછલા 7 વર્ષમાં માત્ર 3 શિશુના મોત નિપજ્યા છે. જો કે, 2019માં મેજર અને માઇનર ઓપરેશનના 2288 કેસ નોંધાયા છે. જેમાંથી છતાં માત્ર 8 દર્દીના મોત થયાં છે. જે ગુજરાતની બીજી હોસ્પિટલો કરતા બહુ ઓછાં છે. સરકાર અને આરોગ્ય વિભાગ આ હોસ્પિટલની કામગીરીને બિરદાવી તેનો પ્રચાર-પ્રસાર કરે તો, પ્રાઇવેટ હોસ્પિટલની મોંઘી સારવારને બદલે લોકો આવી મફત સારવાર આપતી હોસ્પિટલમાં જ ઉત્તમ સારવારનો લાભ મેળવી શકે.

Intro:location :- વાપી

વાપી :- ગુજરાતનાં રાજકોટમાં એક જ માસમાં 111 અને અમદાવાદમાં 88 શિશુઓના મૃત્યુને લઈને સરકારી હોસ્પિટલો બદનામ થઈ છે. સરકાર સામે વિપક્ષે હોબાળો મચાવ્યો છે. ત્યારે વલસાડના વાપીમાં આવેલી સરકારી હોસ્પિટલમાં વર્ષ 2019 ના 881 ડીલીવરીના કેસ માં એક પણ શિશુનું મૃત્યુ થયું નથી. આ સરકારી હોસ્પિટલમાં 2019માં જાન્યુઆરી થી ડિસેમ્બર દરમિયાન કુલ 2288 ઓપરેશન સામેં માત્ર 8 દર્દીઓના જ મૃત્યુ થયા છે. જે વલસાડ જિલ્લાના આરોગ્ય વિભાગના ઇતિહાસમાં ગૌરવવંતી હોસ્પિટલ સાબિત થઈ છે.

Body:વાપી ઔદ્યોગિક વિસ્તાર હોવાને લઈને અહીં ખાનગી હોસ્પિટલોનો રાફડો ફાટયો છે. અને સરકારી હોસ્પિટલ માત્ર એક જ છે. પરંતુ આ એક સરકારી હોસ્પિટલ પોતાની સરાહનીય કામગીરીથી હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે ખરા અર્થમાં જીવનદાતા બની રહી છે. વાપીના ચલા વિસ્તારમાં આવેલી સરકારી હોસ્પિટલની શરૂઆત રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2012માં કરવામાં આવી હતી. જે બાદ આરોગ્યક્ષેત્રે સરકારના યોગ્ય અભિગમ અને મફત સારવાર સાથે અધ્યતન મશીનરીથી દરેક સરકારી હોસ્પિટલને સજજ બનાવવામાં આવી છે. જેને કારણે ચલા સરકારી હોસ્પિટલ પણ અત્યાધુનિક ઓપરેશન સામગ્રી, પૂરતા અને તાલીમબધ્ધ નર્સિંગ, લેબ ટેક્નિશિયનના સ્ટાફથી સજ્જ બની છે. હાલમાં રાજકોટ, અમદાવાદની હોસ્પિટલમાં બાળમૃત્યુ દર વધવાની ઉઠતી બૂમ વચ્ચે આ હોસ્પિટલમાં એક વર્ષમાં એક પણ બાળમૃત્યુની ઘટના નહીં બનતાં સરકાર માટે ગૌરવવંતી હોસ્પિટલ સાબિત થઈ છે.

આ અંગે વધુ વિગત મેળવતા જાણવા મળ્યું હતું કે 1લી જાન્યુઆરી 2019 થી લઈને 31 ડિસેમ્બર 2019 દરમ્યાન નોર્મલ ડિલિવરીના 522 અને સિઝેરિયન 259 મળી કુલ 881 શિશુઓ જન્મ્યા હતા. શિશુની ડિલિવરી બાદ હોસ્પિટલમાં તેને અપાતી સાત દિવસની સારવાર દરમ્યાન એક પણ શિશુનું મૃત્યુ હોસ્પિટલમાં થયું નથી.

ચલા સરકારી હોસ્પિટલની આ એક જ કામગીરી સરાહનીય છે તેવું નથી. પરંતુ, સરકારી હોસ્પિટલ તમામ રીતે સરાહનીય કામગીરી બજાવે છે. હોસ્પિટલમાં પાછલા 7 વર્ષની વાત કરીએ તો વર્ષ 2012/13 ઇનડોર પેશન્ટના 604 કેસ હતા. ડીલીવરીના 53 કેસ, મેજર અને માઇનર ઓપરેશનના એક પણ કેસ નહીં, વર્ષ 2013/14 માં ઇનડોર પેશન્ટના 705 હતા, ડીલીવરીના 47 કેસ, મેજર ઓપરેશનના 73 અને માઇનોર ઓપરેશનના 42 કેસ, વર્ષ 2014/15 માં ઇનડોર પેશન્ટના 4201 કેસ હતા. ડિલિવરીના 130 કેસ હતા, મેજર ઓપરેશનના 272 અને માઇનોર ઓપરેશનના 135 કેસ, વર્ષ 2015/16 માં ઇનડોર પેશન્ટનાં 9176 કેસ હતા, ડીલીવરીના 269 કેસ, મેજર ઓપરેશન ના 491 અને માઇનોર ઓપરેશન ના 225 કેસ, વર્ષ 2016/17 માં ઇનડોર પેશન્ટના 10096 કેસ હતા. ડીલીવરીના 450 કેસ મેજર ઓપરેશનના 518, માઇનર ઓપરેશન ના 173 કેસ હતા, વર્ષ 2017/18 માં ઇનડોર પેશન્ટના 13237 કેસ હતા. ડિલિવરીના 668 કેસ, મેજર ઓપરેશનના 1253 કેસ, માઇનર ઓપરેશનના 261 કેસ નોંધાયા છે. જે દરમ્યાન માત્ર 3 બાળ શિશુના મૃત્યુ નિપજ્યા હતાં.

એ જ રીતે વર્ષ 2019માં મેજર અને માઇનર ઓપરેશનના 2288 કેસ નોંધાયા છે. 71794 OPD સાથે 8000 ઇનડોરના કેસ હેન્ડલ કર્યા છે. તેમ છતાં માત્ર 8 દર્દીના મૃત્યુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયા છે. જ્યારે પોસ્ટ મોર્ટમ માટે આવતા મૃતદેહોની વાત કરીએ તો એક વર્ષમાં 221 મૃતદેહોનું હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.

Conclusion:સરકારી હોસ્પિટલની આ સરાહનીય કામગીરી આ વિસ્તારના દર્દીઓ માટે ખરા અર્થમાં જીવનદાતા બની છે. ત્યારે, સરકાર અને આરોગ્ય વિભાગ પણ હોસ્પિટલની કામગીરીને બિરદાવી તેનો યોગ્ય પ્રચાર-પ્રસાર કરે તો, પ્રાઇવેટ હોસ્પિટલની મોંઘી સારવારને બદલે લોકો આવી મફત સારવાર આપતી હોસ્પિટલમાં જ ઉત્તમ સારવારનો લાભ મેળવશે.

PTC....... મેરૂ ગઢવી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.