ETV Bharat / state

કપરાડામાં નવો નિયમ, ઠંડા પીણાનું વેંચાણ કરવા પર રૂપિયા 2100નો દંડ - સ્વસ્થ

ગ્રામ પંચાયત કપરાડાએ કોરોના વાઇરસના સંક્રમણ વચ્ચે અજીબ જાહેરનામું બહાર પાડ્યું છે. જ્યાં સુધી કોરોના વાઇરસનું સંક્રમણ ખતમ ન થાય ત્યાં સુધી ઠંડા પીણાના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જો કોઈ ઠંડા પીણાનું વહેંચાણ કરતા પકડાશે તેની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે તેમજ ગ્રામ પંચાયત દ્વારા 2100 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે.

group gram panchayat
group gram panchayat
author img

By

Published : Jun 29, 2020, 10:33 PM IST

વલસાડઃ હાલ દેશમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દરેક સ્થળે તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત વલસાડ જિલ્લામાં આવેલી ગૃપ ગ્રામ પંચાયત કપરાડાના સરપંચ દ્વારા પંચાયતની હદમાં આવતા દુકાનદારોને એક નોટિસ મોકલવામાં આવી છે.

આ નોટિસમાં જણાવામાં આવ્યું છે કે, કોરોના વાઇરસ સંપૂર્ણપણે ખતમ ન થાય ત્યાં સુધી કોઈએ પણ ઠંડા પીણાનું વેચાણ કરવું નહીં. તેમજ સાંજે 4 કલાકે દુકાનો બંધ કરી દેવી. આ નોટિસને કારણે દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે. વળી કોરોના સાથે ઠંડા પીણાને શુ લેવા દેવા હોઈ શકે એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનલોક-2ની તૈયારી કરી રહ્યા છે, ત્યારે ગૃપ ગ્રામ પંચાયત કપરાડાએ દુકાનદારોને કોરોનાના નામે 4 કલાકે દુકાનો બંધ કરવાની નોટિસ આપી દીધી છે.

વલસાડ કોરોના અપડેટ

  • સક્રિય કેસ- 79
  • કોરોના પરિક્ષણ-5504
  • સ્વસ્થ થયેલા દર્દી- 47
  • ક્વોરેન્ટાઈન હેઠળ લોકો- 1523
  • કુલ મૃત્યુ- 3

ગૃપ ગ્રામ પંચાયત કપરાડાએ કોરોનાના અનલોક-1માં નવુ કરતા ચર્ચાનો વિષય બન્યો છે. કોઈપણ આરોગ્ય કે અન્ય કોઈ પણ સ્થળે એવો કોઈ ઉલ્લેખ નથી કે કોરોના ઠંડા પીણાથી જ થાય છે કે, ચિકન મટન ખાવાથી થાય છે. તેમ છતાં ગ્રામ પંચાયત કપરાડા દ્વારા દરેક દુકાનદારોને નોટિસ આપીને ઠંડા પીણાંનું વેચાણ બંધ કરી દેવા તેમજ મચ્છી, ચિકન અને મટનનું વેચાણ પણ બંધ કરવાનો નોટિસમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જો કોઈ પણ દુકાનદાર ઉપરોક્ત વસ્તુનું વેચાણ કરતા પકડાશે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરતા 2100 રૂપિયા દંડ લેવામાં આવશે, તેમજ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે. આ નોટિસ દરેક દુકાનદારને આપવામાં આવી છે. આ સમગ્ર બાબતે ગ્રામ પંચાયતના સરપંચનો સંપર્ક સાધતા તેમને કેમેરા સમક્ષ આવવાની ના પાડી હતી.

બીજી તરફ સરપંતના જણાવ્યું કે, કપરાડામાં મોટા ભાગના લોકો વાપી નોકરી અને મજૂરી કામે જાય છે અને 4 કલાકે તેઓ પરત કપરાડા સેન્ટર પર પહોંચે છે. દરેક વાહનો અહીં જ ઉભા રહે છે. જો કોઈ વાપીથી સંક્રમિત થઈને આવે તો કપરાડામાં કેસ વધે એમ છે, તો તેની તકેદારી રાખતા સાંજે 4 કલાક બાદ માર્કેટ બંધ કરી દેવા નોટિસ આપવામાં આવી છે.

નોંધનીય છે કે, તબીબો અને સંશોધકોએ જણાવ્યું કે, કોરોનાએ ઠંડક અને ભેજવાલી જગ્યામાં વધુ ફેલાય છે. નહીં કે ઠંડા પીણા પીવાથી ફેલાય છે, પરંતુ ગૃપ ગ્રામ પંચાયત કપરાડા દ્વારા તો ન રહેગા બાંસ ન બજેગી બાંસુરીની જેમ દરેક દુકાનદારોને ઠંડા પીણા પર પણ રોક લગાવી દીધી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.