ETV Bharat / state

નવસારીનો પોલીસ કોન્ટસ્ટેબલ દારૂ સાથે ઝડપાયો - Prohibition offense

ગુજરાતમાં હવે દારૂનો જથ્થો પકડાવવો એ નવી વાત નથી રહી. કારણ કે, અવારનવાર રાજ્યમાંથી દારૂ પકડાતો હોવાના સમાચાર મળે છે. હવે નવસારી હેડ ક્વાર્ટરમાં કામ કરતો પોલીસ કોન્સ્ટેબલ પારડીની પાતળિયા ચેક પોસ્ટથી દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો. સોમવારે સાંજે નંબર વગરની એક કારમાં બે યુવક જઈ રહ્યા હતા. પોલીસને શંકા જતા પોલીસે કારની તપાસ કરી હતી. તે દરમિયાન કારમાંથી 26,000 રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો. પકડાયેલા બંને યુવકમાંથી એક યુવક તો પોલીસ કોન્સ્ટેબલ નીકળ્યો હતો.

નવસારીનો પોલીસ કોન્ટસ્ટેબલ દારૂ સાથે ઝડપાયો

author img

By

Published : Apr 6, 2021, 5:26 PM IST

  • પોલીસ કોન્સ્ટેબલ દારૂ સાથે ઝડપાયો
  • કોન્સ્ટેબલ પાસેથી 26,000 રૂપિયાનો દારૂ મળી આવ્યો
  • પોલીસે મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી

નવસારીઃ જિલ્લામાં પોલીસ હેડ ક્વાર્ટરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનારા કોન્સ્ટેબલ વિરલ રમેશ પટેલ દારૂ સાથે ઝડપાયા છે. પોલીસ પાટલિયા ચેક પોસ્ટ પર ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન એક શંકાસ્પદ કાર દેખાતા પોલીસે કારની તપાસ કરી હતી. પોલીસને તપાસ દરમિયાન કારમાંથી 26,000 રૂપિયાનો દારૂ મળ્યો હતો. જ્યારે પોલીસે કારમાં સવાર 2 યુવકની પૂછપરછ કરતા તેમાંથી એક યુવક નવસારી પોલીસ કોન્સ્ટેબલ વિરલ રમેશ પટેલ નીકળ્યો હતો.

નવસારીનો પોલીસ કોન્ટસ્ટેબલ દારૂ સાથે ઝડપાયો
નવસારીનો પોલીસ કોન્ટસ્ટેબલ દારૂ સાથે ઝડપાયો

આ પણ વાંચોઃ અમદાવાદ: PCBએ સરદારનગરમાંથી 597 બોટલ વિદેશી દારૂ ઝડપ્યો

દારૂની બોટલ સાથે ઝડપાયા

નવસારી પોલીસ હેડ ક્વાર્ટરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરલ રમેશ પટેલ અને તેનો મિત્ર તરલ પંકજ પટેલ સેલગાહ આવ્યા હતા. જોકે ત્યાંથી પરત ફરતા બન્ને તેમની સાથે દારૂની બોટલ નંગ 75 લઈ આવતા ઝડપાઈ ગયા હતા.

પોલીસે કાર કબજે કરી
પોલીસે કાર કબજે કરી

પોલીસે કુલ 2.26 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

નવસારીના કોન્સ્ટેબલ વિરલ રમેશ પટેલ અને તેના મિત્ર તરલ બન્ને પાતળિયા ચેક પોસ્ટ પર દારૂ સાથે ઝડપાયા બાદ પ્રાથમિક તપાસમાં વિરલ પટેલ કોન્સ્ટેબલ હોવાનું બહાર આવતા પારડી પોલીસ પણ ચોંકી ઊઠી હતી. પોલીસ કોન્સ્ટેબલની કાર અટકાવી તપાસ કરતા કારની ડેકીમાંથી 75 બોટલ દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત 26,000 છે, તેમજ 2 લાખ રૂપિયાની કાર મળી પારડી પોલીસે 2.26 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ પણ વાંચોઃ વલસાડ રૂરલ પોલીસે રૂ. 28,000 રુપિયાનો દારૂ ભરેલી કાર સાથે બે આરોપીઓની ધરપકડ કરી

પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

પોલીસ કોન્સ્ટેબલ વિરલ રમેશ પટેલ પોતાના મિત્ર સાથે નંબર વગરની કાર લઈ દમણની સેલગાહ આવ્યો હતો. હાલ તો પોલીસે બન્નેની અટક કરી કોરોના ટેસ્ટ માટે લઈ ગયા હતા, જેના રિપોર્ટ બાદ તેમની સામે વધુ કાર્યવાહી હાથ ધરવામા આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.