ETV Bharat / state

#WorldTourismDay: ગુજરાતનો સૌથી સ્વચ્છ નારગોલ બીચ હવે પોર્ટ તરીકે વિકસાવાશે

વલસાડ: જિલ્લાના ઉમરગામ તાલુકાના દરિયાકાંઠે નારગોલ ગામનો રમણીય દરિયાકિનારો હજારો પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે, પરંતુ આ સુંદર અને રમણીય દરિયા કિનારાને વિકસાવવામાં પ્રવાસન વિભાગને કે ફોરેસ્ટ વિભાગને કોઈ રસ નથી. ઉલટાનું આગામી દિવસોમાં આ દરિયા કિનારે એક તરફ મત્સ્ય બંદર અને બીજી તરફ કાર્ગો બંદર આવવાનું હોવાથી આ સુંદર રમણીય દરિયા કિનારાને પ્રવાસન ક્ષેત્રમાંથી બાકાત કરી દેવામાં આવ્યું છે.

etv bharat vapi
author img

By

Published : Sep 25, 2019, 1:01 PM IST

Updated : Sep 25, 2019, 1:10 PM IST

વલસાડ જિલ્લામાં દરિયાઇ વિસ્તારમાં તિથલ સિવાયના પણ અનેક એવા બીચ છે. જેનો વિકાસ કરવામાં આવે તો વલસાડ જિલ્લો દેશ-વિદેશમાં પ્રસિદ્ધિ પામી શકે તેમ છે. જેમાં ઉમરગામ તાલુકાનો નારગોલ બીચ અને સપાટ દરિયાકિનારો ગુજરાતના જ નહીં પરંતુ અન્ય રાજ્યોના હજારો પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. દરિયાકિનારે પાયાગત સુવિધાઓના અભાવે વનરાજીથી ઘેરાયેલો ઘૂઘવતો સાગરકાંઠો બંજર બની રહ્યો છે. જેને આગામી દિવસોમાં સરકાર વધુ બંજર બનાવવા તલપાપડ બની છે.

અહીં આગામી દિવસોમાં એક છેડે કાર્ગો પોર્ટ અને બીજા છેડે મત્સ્ય બંદર બનાવવામાં આવશે. આ અંગે ગુજરાત રાજ્યના વન અને આદિજાતિ રાજ્યપ્રધાન રમણ પાટકરે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં પ્રવાસીઓને આકર્ષવા માટે સરકાર પ્રવાસન ક્ષેત્રે અનેક પ્રયાસો કરે છે. નારગોલને પણ હોલિડે કેમ્પ જાહેર કરાયો છે. જો કે હાલ પ્રવાસન ક્ષેત્રે તેને વિકસાવવામાં નહીં આવે અને અહીં બંદર બનાવવામાં આવશે.

જ્યારે ઉમરગામના બીચને વિકસાવવા ભૂતકાળમાં 15 કરોડની ફાળવણી કરી હતી. તેમજ આગામી દિવસોમાં ઉમરગામ તાલુકાના ધાર્મિક સ્થળો જેવા કે ભીલખાઈ માતા મંદિર, ડુંગર પર આવેલ ઐતિહાસિક કિલ્લો, કલગામ હનુમાન મંદિર, જોગમેડીમાતા મંદિરને વિકસાવવા કલેકટર હસ્તક 10-10 કરોડની રકમ ફાળવાઈ હતી. ઉમરગામ તાલુકો પ્રવાસન ધામ ગણાતા સંઘપ્રદેશ દમણ અને સેલવાસની મધ્યમાં મહારાષ્ટ્રને જોડતો તાલુકો છે. અહીંનો દરિયાકિનારો ખૂબ સુંદર હોવાનું પણ પાટકરે જણાવ્યું હતું.

#WorldTourismDay: ગુજરાતનો સૌથી સ્વચ્છ બીચ નારગોલ હવે બંદર બનશે

નારગોલ, સરોડા, ખતલવાડાનો દરિયા કિનારો ઉત્તમ બીચ છે. અનેક પ્રવાસીઓ માટે પિકનિક પોઇન્ટ બની રહ્યો છે, તો અહીંની સુંદરતાને સીરિયલ અને ફિલ્મોમાં કચકડે મઢવા અવારનવાર ફિલ્મી કલાકારોનો કાફલો શૂટિંગ માટે આવતો હોય છે. આ અંગે સ્થાનિક અગ્રણી શૈલેષ હોડીવાળાએ જણાવ્યું હતું કે, એશિયામાં કેરળ બાદ નારગોલનો દરિયા કિનારો સ્વચ્છ દરિયા કિનારો હોવાનો સર્વે થયો છે.

પ્રવાસનક્ષેત્ર અનેક પ્રવાસીઓને આકર્ષી શકે છે, પરંતુ આ સુંદર બીચને વિકસાવવાને બદલે માત્ર શરૂના ઝાડવા રોપી સંતોષ માન્યો છે અને કોઈ સુવિધા નથી. જો બીચ પર બેસવાની, ખાણીપીણીની, હોટેલની સુવિધાઓ સાથે સારા રોડ અને લાઇટની સુવિધા પૂરી પાડવામાં આવે તો દમણના દરિયા કિનારે આવતા પ્રવાસીઓ અહીં પણ સહેલગાહે આવે કેમકે, અહીં આવતા પ્રવાસીઓને મન આ સ્થળ એકાંતવાળું છે. કુદરતના સાનિધ્યમાં સમાધી લીન થવા માટે જોઈએ તેટલું શાંત અને રમણીય છે. નારગોલ બીચનો સુંદર દરિયાકિનારો વર્ષોથી પ્રવાસન વિભાગના નકશામાં સામેલ થવા મથી રહ્યો છે, પરંતુ પ્રવાસન વિભાગ અને ફોરેસ્ટ વિસ્તારના વિવાદમાં પ્રવાસન સ્થળ તરીકે અવિકસિત રહ્યો છે. આટલો સુંદર રળિયામણો દરિયાકાંઠો એકલ-દોકલ પ્રવાસીઓ પૂરતો સીમિત છે.

ઉલ્લેખનીય છે કે, સરકાર અને તેમના મંત્રીઓ એક તરફ ગુજરાતને ટુરિઝમ હબ બનાવવા માંગે છે, ત્યારે નારગોલના દરિયાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાને બદલે કાર્ગો પોર્ટ તરીકે વિકસાવી માત્ર ને માત્ર પોતાના ખિસ્સા ભરવામાં રચ્યા છે. આગામી દિવસોમાં આ સુંદર બીચનું નામોનિશાન મટી જશે અને પ્રવાસીઓ માટે પ્રવાસન સ્થળ તરીકેનું એક સ્થળ કાયમ માટે લુપ્ત થઇ જશે.

Intro:story approved by desk.......

location :- vapi

નોંધ :- ટુરિઝમ ડે સ્પેશયલ, 27મી સપ્ટેમ્બર વર્લ્ડ ટુરિઝમ ડે છે.

વલસાડ :- વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દરિયાકાંઠે નારગોલ ગામનો રમણીય દરિયાકિનારો હજારો પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. પરંતુ આ સુંદર અને રમણીય દરિયા કિનારાને વિકસાવવામાં પ્રવાસન વિભાગને કે ફોરેસ્ટ વિભાગને કોઈ રસ નથી. ઉલટાનું આગામી દિવસોમાં આ દરિયા કિનારે એક તરફ મત્સ્ય બંદર અને બીજી તરફ કાર્ગો બંદર આવવાનું હોય, આ સુંદર રમણીય દરિયા કિનારાને પ્રવાસન ક્ષેત્રમાંથી બાકાત કરી દેવામાં આવ્યું છે.

Body:વલસાડ જિલ્લામાં દરિયાઇ વિસ્તારમાં તિથલ સિવાયના પણ અનેક એવા બીચ છે. જેનો વિકાસ કરવામાં આવે તો વલસાડ જિલ્લો દેશ-વિદેશમાં પ્રસિદ્ધિ પામી શકે તેમ છે. તેમાંય ઉમરગામ તાલુકાનો નારગોલ બીચ અને સપાટ દરિયાકિનારો ગુજરાતના જ નહીં પરંતુ અન્ય રાજ્યોના હજારો પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. દરિયાકિનારે પાયાગત સુવિધાઓના અભાવે આ વનરાજીથી ઘેરાયેલો પરંતુ ઘૂઘવતો સાગરકાંઠો બંજર બની રહ્યો છે. જેને આગામી દિવસોમાં સરકાર વધુ બંજર બનાવવા તલપાપડ બની છે. અહીં આગામી દિવસોમાં એક છેડે કાર્ગો પોર્ટ અને બીજા છેડે મત્સ્ય બંદર બનાવવામાં આવશે.

આ અંગે ગુજરાત રાજ્યના વન અને આદિજાતિ રાજ્યપ્રધાન રમણ પાટકરે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં પ્રવાસીઓને આકર્ષવા માટે સરકાર પ્રવાસન્નક્ષેત્રે અનેક પ્રયાસો કરે છે. નારગોલને પણ હોલિડે કેમ્પ જાહેર કરાયો છે. જો કે હાલ પ્રવાસનક્ષેત્રે તેને વિકસાવવામાં નહીં આવે અહીં બંદર બનાવવામાં આવશે. જ્યારે ઉમરગામના બીચને વિકસાવવા ભૂતકાળમાં 15 કરોડની ફાળવણી કરી છે. તેમજ આગામી દિવસોમાં ઉમરગામ તાલુકાના ધાર્મિક સ્થળો જેવા કે ભીલખાઈ માતા મંદિર, ડુંગર પર આવેલ ઐતિહાસિક કિલ્લો, કલગામ હનુમાન મંદિર, જોગમેડીમાતા મંદિરને વિકસાવવા કલેકટર હસ્તક 10-10 કરોડની રકમ ફાળવાઈ છે. ઉમરગામ તાલુકો પ્રવાસન ધામ ગણાતા સંઘપ્રદેશ દમણ અને સેલવાસની મધ્યમાં મહારાષ્ટ્રને જોડતો તાલુકો છે. અહીંનો દરિયાકિનારો ખૂબ સુંદર હોવાનું પણ પાટકરે જણાવ્યું હતું.

નારગોલ, સરોડા, ખતલવાડાનો દરિયા કિનારો ઉત્તમ બીચ છે. અનેક પ્રવાસીઓ માટે પિકનિક પોઇન્ટ બની રહ્યો છે તો અહીંની સુંદરતાને સિરિયલ અને ફિલ્મોમાં કચકડે મઢવા અવારનવાર ફિલ્મી કલાકારોનો કાફલો શૂટિંગ માટે આવતો હોય છે. આ અંગે સ્થાનિક અગ્રણી શૈલેષ હોડીવાળાએ જણાવ્યું હતું કે એશિયામાં કેરળ બાદ નારગોલનો દરિયા કિનારો સ્વચ્છ દરિયા કિનારો હોવાનો સર્વે થયો છે. પ્રવાસનક્ષેત્રે અનેક પ્રવાસીઓને આકર્ષી શકે છે. પરંતુ આ સુંદર બીચને વિકસાવવાને બદલે માત્ર શરૂ ના ઝાડવા રોપી સંતોષ માન્યો છે. કોઈ સુવિધા નથી. જો બીચ પર બેસવાની, ખાણીપીણીની, હોટેલની સુવિધાઓ સાથે સારા રોડ અને લાઇટની સુવિધા પૂરી પાડવામાં આવે તો દમણના દરિયા કિનારે આવતા પ્રવાસીઓ અહીં પણ સાહેલગાહે આવે કેમ કે અહીં આવતા પ્રવાસીઓને મન આ સ્થળ એકાંતવાળું છે. કુદરતના સાનિધ્યમાં સમાધિ લીન થવા માટે જોઈએ તેટલું શાંત અને રમણીય છે.

નારગોલ બીચનો સુંદર દરિયાકિનારો વર્ષોથી પ્રવાસન વિભાગના નકશામાં સામેલ થવા મથી રહ્યો છે. પરંતુ પ્રવાસન વિભાગ અને ફોરેસ્ટ વિસ્તારના વિવાદમાં પ્રવાસન સ્થળ તરીકે અવિકસિત રહ્યો છે. આટલો સુંદર રળિયામણો દરિયાકાંઠો એકલ-દોકલ પ્રવાસીઓ પૂરતો સીમિત છે.

Conclusion:ઉલ્લેખનીય છે કે, સરકાર અને તેમના મંત્રીઓ એક તરફ ગુજરાતને ટુરિઝમ હબ બનાવવા માંગે છે. ત્યારે, નારગોલના દરિયાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાને બદલે કાર્ગો પોર્ટ તરીકે વિકસાવી માત્ર ને માત્ર પોતાના ખિસ્સા ભરવામાં રચ્યા છે. આગામી દિવસોમાં આ સુંદર બીચનું નામોનિશાન મટી જશે અને પ્રવાસીઓ માટે પ્રવાસન સ્થળ તરીકેનું એક સ્થળ કાયમ માટે લુપ્ત થશે.

bite :- રમણલાલ પાટકર, વન અને આદિજાતિ રાજ્યપ્રધાન, ઉમરગામ
bite :- શૈલેષ હોડીવાળા, સ્થાનિક અગ્રણી, નારગોલ

મેરૂ ગઢવી, etv ભારત, નારગોલ, વલસાડ
Last Updated : Sep 25, 2019, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.