ETV Bharat / state

Murder In Kaparada: કપરાડાના આસલોના ગામમાં પંચની હાજરીમાં યુવતીના પરિવારજનોએ યુવકની કરી હત્યા - વલસાડ હોસ્પિટલ

ગ્રામીણ પરંપરા (rural tradition in gujarat) મુજબ ગ્રામ કક્ષાએ થયેલા ઝઘડાના સમાધાન કરવા કે નિર્ણય કરવા માટે પંચને બેસાડવામાં આવતા તેમના નિર્ણયને આખરી માનવામાં આવતો હતો. જો કે કપરાડા તાલુકા (murder kaprada valsad)ના એક ગામમાં યુવક-યુવતીના પ્રેમ સંબંધ બાદ યુવકે લગ્ન કરવાની ના પડતા સમાધાન માટે બેસેલ પંચની હાજરીમાં યુવતીના પરિજનોએ યુવકને લાકડીના ફટકા મારી હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઇ હતી. મોબાઈલમાં લીધેલા વિડીયોને આધારે પોલીસે મારનારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી છે.

Murder In Kaparada: કપરાડાના આસલોના ગામમાં પંચની હાજરીમાં યુવતીના પરિવારજનોએ યુવકની કરી હત્યા

author img

By

Published : Dec 15, 2021, 10:30 PM IST

  • યુવકે લગ્ન કરવાનો ઇન્કાર કરતા પંચ બેઠું હતું
  • યુવતિ પરિવારજનોએ યુવકને લાકડીના ફટકા મારતા થયું મોત
  • હત્યા મામલે પોલીસે 7 લોકોની કરી ધરપકડ

વલસાડ: કપરાડાના એક ગામ (murder kaprada valsad)માં પંચના આગેવાનો ન્યાય કરવા બેઠા હતા, ત્યારે તેમની આંખ સામે જ એક ધીંગાણું થયું હતું. વાત એ હદે વણસી કે મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો. કપરાડાના આસલોણા (kaprada aslona village) ગામના બરડી ફળિયામાં રહેતા સંજય ભૂસારાની સગાઈ તેના જ ફળિયામાં રહેતી દુર્ગા ગવળી નામની એક યુવતી સાથે થઈ હતી. બંને એક જ ફળિયામાં રહેતા હતા. આદિવાસી પરંપરા (Tribal tradition in gujarat) મુજબ યુવક અને યુવતી સગાઇ બાદ લગ્ન પહેલા લિવ-ઈન રિલેશનમાં રહેતા હતા.

લિવ ઇન રિલેશનશિપમાં રહેતા યુવક-યુવતી

ચર્ચા દ્વારા જાણવા મળ્યું હતું કે લીવ-ઈનમાં રહ્યાં બાદ પણ યુવકે યુવતી સાથે સગાઈ તોડી અને લગ્નની ના પાડતા બંને પરિવારો વચ્ચે બબાલ થઈ હતી.

સંજય દમણમાં કામ કરતો હતો અને ત્યાં જ રહેતો હતો. ક્યારેક પોતાના ગામ આસલોનામાં આવી અને ઘરે રહેતો હતો ત્યારે યુવતી દુર્ગા પણ સંજયના ઘરે જ રહેતી હતી. જ્યારે સંજય દમણ જતો એ વખતે યુવતી પોતાના ઘરે આવીને રહેતી હતી. આ મુદ્દે બંને વચ્ચે વિવાદ થયો હતો. વિવાદમાં યુવક સંજયની હત્યા થઇ ગઈ છે. આ ઘટનાને પગલે કપરાડા પોલીસે 7 આરોપીની ધરપકડ કરી છે.

યુવકે લિવ ઈન રિલેશન બાદ સગાઈ તોડી નાખતા પંચ બેઠું હતું

સંજય અને દુર્ગા વચ્ચેની બબાલના પારિવારિક વિવાદ (Murder Family dispute)ના સમાધાન માટે સમાજના પંચને બોલાવવામાં આવ્યું હતું. ચર્ચા દ્વારા જાણવા મળ્યું હતું કે લીવ-ઈનમાં રહ્યાં બાદ પણ યુવકે યુવતી સાથે સગાઈ તોડી અને લગ્નની ના પાડતા બંને પરિવારો વચ્ચે બબાલ થઈ હતી. પારિવારિક વિવાદના સમાધાન માટે આ વિસ્તારની પરંપરા મુજબ સમાજનું એક પંચ બેઠું હતું. આ પંચમા સંજય ભૂસારા અને દુર્ગા ગવળીના પારિવારિક વિવાદ ઉકેલવા માટે સમાજના આગેવાનો દ્વારા બન્ને પક્ષોને સમજાવવાના પ્રયાસ થઇ રહ્યા હતા. તેમ છતાં પણ સંજય ભુસારાએ દુર્ગા સાથે સગાઈ તોડી અને લગ્ન કરવાની ના પાડતાં યુવતીના પરિવારજનો રોષે ભરાયા હતા.

યુવતીના પરિવારજનોએ સંજયને પંચની હાજરીમાં ઢોર માર માર્યો

વિવાદના સમાધાન માટે તારીખ 19/11/21ના રોજ બેસેલા પંચની સામે જ પંચની હાજરીમાં જ યુવતીના પરિવારજનોએ સંજય ભુસારાને ઢોર માર માર્યો હતો. જેના કારણે સંજય ભુંસારાના શરીરમાં આંતરિક ભાગોમાં ઇજા થઇ હતી. જેને પગલે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઢોર માર મારવાથી ઈજાગ્રસ્ત થયેલા સંજયને ધરમપુર વલસાડ અને ખેરગામની હોસ્પિટલ (valsad hospital)માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.

12 દિવસની સારવાર બાદ યુવકનું મોત

તારીખ 12/12/21 નારોજ 12 દિવસની સારવાર બાદ પણ કમનસીબે સંજયનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. યુવતી દુર્ગા દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવતા તેના જ પરિવારના તેના પિતા સહિત તેના પરિવારના 7 સભ્યોની કપરાડા પોલીસે (kaprada police) ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા હતા.

પોલીસે કોની કોની ધરપકડ કરી

પંચની સામે યુવકને લાકડીના ફટકા અને ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડનારા 7ની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા 7 લોકોમાં લક્ષ્મણ ઝીપર ગવળી, ઉત્તમ ઝીપર ગવળી, છગનભાઇ માધુ ગવળી, રમણ લાહનું ગવળી, સીતાબેન ઝીપરભાઈ ગવળી, સુનિલભાઈ માહધું ગવળી અને માહધું કાળુ ગવળીની પોલીસે ધરપકડ કરી છે.

આ પણ વાંચો: GSSSB Paper Leak 2021: તપાસ બાદ આન્સર-કી મુકાશે, અલગ અલગ જિલ્લામાં 16 ટીમ કાર્યરત

આ પણ વાંચો: Omicron's entry into West Bengal: સાત વર્ષનો બાળક ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યો, રાજ્યમાં પ્રથમ કેસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.