હવામાન વિભાગ દ્વારા હાલમાં વધુ 2 દિવસ સુધી ગુજરાતના મોટાભાગના શહેરોમાં ઠંડી પડવાની આગાહી કરી છે. જેને પગલે શિયાળો જામ્યો છે જો કે, ઠંડીની સાથે સાથે વહેલી સવારે ધુમ્મસ વાળું વાતવરણ પણ સર્જાતું હોય છે. શાકભાજી અને આંબાવાડી ધરાવતા ખેડૂતોમાં ચિંતાનો વિષય બન્યો છે.
છેલ્લા બે દિવસથી ધુમ્મસ વાળું વાતવરણ સર્જાતા વહેલી સવારે ૫ ફૂટ સુધી સ્પષ્ટપણે જોઈ ન શકાય તેવુ વાતાવરણ જોવા મળે છે.લોકો વાહનોની લાઈટો ચાલુ કરી જે જતા નજરે પડે છે. તો બીજી તરફ ધુમ્મસ ભર્યુ વાતાવરણની સીધી આસર શાકભાજી કરતા ખેડૂતોને પડે છે. ધુમ્મસ વાળા વાતાવરણને કારણે પાકમાં ઈયળ અને જંતુ પડવાની દહેશત છે.
તો બીજી તરફ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આંબાવાડી ધરાવતા ખેડૂતોને આંબે મંજરી આવવાની ઋતુ હોય છે. ત્યારે જ ધુમ્મસમાં મંજરી ઓછી આવવાની શક્યતાઓ વધી જતી હોય છે. ત્યારે આવા સમયમાં ખેડૂતોમાં ચિંતાનો વિષય બન્યો છે.
હજુ આગામી દિવસમાં ઠંડી વધુ પડે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે પણ જો ધુમ્મસ વાળું વાતાવરણ રહે તો ખેડૂતોને નુકશાન થશે એ વાત નક્કી છે.