ETV Bharat / state

મધુબન ડેમ હમ્બો હમ્બો : પાણીની આવક વધતા 6 દરવાજા ખોલાયા, સર્જાયા અદ્ભૂત દ્રશ્યો - Water was released from Madhuban Dam

દક્ષિણ ગુજરાતના વલસાડ(Madhuban Dam )જિલ્લા સહિત સંઘપ્રદેશ સેલવાસ-દમણમાં વરસાદી( Water was released from Madhuban Dam)માહોલ યથાવત રહ્યો છે. જિલ્લામાં સવાર 6થી બપોરના 12 સુધીમાં સાર્વત્રિક અડધાથી 3 ઇંચ વરસાદ વરસ્યો છે. તમામ તાલુકામાં સિઝનનો કુલ વરસાદ સરેરાશ 34 ઇંચથી 38 ઇંચ નોંધાયો છે. મધુબન ડેમના 6 દરવાજા ખોલી 21894 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

Monsoon Gujarat 2022: મધુબન ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો, ડેમના 6 દરવાજા ખોલી પાણી છોડાયું

author img

By

Published : Jul 9, 2022, 3:59 PM IST

વલસાડઃ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં છેલ્લા 3 દિવસથી વરસાદ(Monsoon Gujarat 2022)વરસી રહ્યો છે. સારા વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા( Water was released from Madhuban Dam) છે. તો મધુબન ડેમના(Madhuban Dam ) 6 દરવાજા 1 મીટર સુધી ખોલી 21894 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

3 દિવસથી સતત વરસાદી માહોલ - સાર્વત્રિક વરસાદને કારણે કપરાડા-ધરમપુર તાલુકામાં કેટલાક કોઝવે( Rain In Gujarat)પર પાણી ફરી વળતા ગામલોકો મુશ્કેલીમાં મુકાયા છે. શહેરી વિસ્તારમાં પણ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. વરસાદી પાણીએ રસ્તાના હાલ બેહાલ કરતા વાહનચાલકો ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા છે. 3 દિવસથી સતત વરસાદી માહોલ હોય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

મધુબન ડેમમાંથી પાણી છોડાયું

પાણી દમણગંગા નદીમાં છોડ્યું - આ તરફ સારા વરસાદને કારણે મધુબન ડેમનું લેવલ 71 મીટરે પહોંચ્યું છે. જેનું રુલ જાળવવા ડેમના 6 દરવાજા 1 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ડેમના કેચમેન્ટ એરિયામાં સતત વરસાદ વરસતો હોય 28160 ક્યુસેક નવા પાણીની આવક થઈ રહી છે. જેની સામે 6 દરવાજા ખોલી 21840 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશમાં સાર્વત્રિક અઢી ઇંચથી વધુ વરસાદ

દમણગંગા વિયર પર પોલીસ જવાનોનો બંદોબસ્ત - મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં છોડાયેલ પાણીથી વાપી નજીકનો દમણગંગા વિયર ઓવરફ્લો થઈને વહી રહ્યો છે. નદીના પટમાં નહિ જવા આસપાસના લોકોને તંત્રએ તાકીદ કરી છે. વાપી નજીક દમણગંગા વિયર ખાતે પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Monsoon Gujarat 2022: મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થતા 6 દરવાજા ખોલાયા

જિલ્લા સંઘપ્રદેશમાં વરસેલા વરસાદની વિગત - જિલ્લામાં શનિવારે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યામાં તમામ તાલુકામાં સરેરાશ અડધાથી 3 ઇંચ વરસાદ વરસ્યો છે. તાલુકા મુજબ સીઝનના કુલ વરસાદની વિગતો જોઈએ તો ઉમરગામ તાલુકામાં 34 ઇંચ, કપરાડા તાલુકામાં 38 ઇંચ, ધરમપુર તાલુકામાં 35 ઇંચ, પારડી તાલુકામાં 35 ઇંચ, વલસાડ તાલુકામાં 38 ઇંચ, વાપી તાલુકામાં 37 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 31 ઇંચ જ્યારે દમણમાં 42 ઇંચ જેટલો સિઝનનો કુલ વરસાદ નોંધાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.