ETV Bharat / state

માવઠાનો માર: વલસાડમાં કમોસમી વરસાદને પગલે શાકભાજીની ખેતી કરનારા ખેડૂતોને નુકસાન

હવામાન વિભાગે કરેલી આગાહી (Rainfall forecast in gujarat) અનુસાર દક્ષિણ ગુજરાતમાં તારીખ 15 ડિસેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે, જેને પગલે છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. ભર શિયાળામાં ચોમાસુ જામ્યું હોય એવો માહોલ દરેક સ્થળે જોવા મળી રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના અંતરિયાળ એવા ધરમપુર અને કપરાડા તાલુકાના વિવિધ ગામોમાં શાકભાજીની ખેતી કરનારા ખેડૂતોને કમોસમી વરસાદ (unseasonal rains in Valsad)ને કારણે નુકસાન થવાની દહેશત વર્તાઇ રહી છે. જેને લઇને ખેડૂતો ચિંતાતુર બન્યા છે. દુધી, ટામેટા, રીંગણ, વાલ જેવા અનેક શાકભાજીના પાકોમાં વરસાદી પાણી ફરી વળવાના કારણે તેમના શાકભાજીના પાકોને નુકસાન થાય તેવી દહેશતને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયેલો છે.

માવઠાનો માર: વલસાડમાં કમોસમી વરસાદને પગલે શાકભાજીની ખેતી કરનારા ખેડૂતોને નુકશાન

author img

By

Published : Dec 2, 2021, 11:06 PM IST

  • જિલ્લામાં કુલ 1115 હેકટરમાં શાકભાજીના પાકને નુકશાન
  • કઠોળ, શાકભાજી, ઘાસચારાને પણ વરસાદમાં નુકશાન
  • કપરાડા ધરમપુર વિસ્તારમાં શાકભાજીના ખેડૂતોને નુકશાનની દહેશત

વલસાડ: હવામાન વિભાગ દ્વારા 30 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી ભારે વરસાદની આગાહી (Rainfall forecast in gujarat)ને પગલે વલસાડ જિલ્લામાં તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. શિયાળાની ઋતુમાં કમોસમી વરસાદ (unseasonal rains in Valsad)થી ચાલુ વર્ષે કરવામાં આવેલા શાકભાજીના 1115 હેક્ટર પાકને નુકસાન પહોંચ્યું છે.

ક્યા તાલુકામાં કેટલા હેકટર શાકભાજીને નુકશાન

છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે શાકભાજી ધરાવતા ખેડૂતોને નુકસાની વેઠવી પડી રહી છે. કપરાડા તાલુકામાં 250 હેક્ટરમાં પારડી તાલુકામાં 100 હેક્ટર, ઉમરગામ તાલુકામાં 90 હેક્ટરમાં ધરમપુર તાલુકામાં 220 હેક્ટરમાં જ્યારે વાપી તાલુકામાં 55 મળી સમગ્ર જિલ્લામાં 1115 હેક્ટરમાં વાવેતર કરવામાં આવેલા શાકભાજીના પાકને નુકસાન થવાની દહેશત વર્તાઈ રહી છે.

કમોસમી વરસાદને પગલે શાકભાજીની ખેતી કરનારા ખેડૂતોને નુકસાન

વરસાદને પગલે શાકભાજીના પાકોમાં જીવાતનો ઉપદ્રવ વધે તેવી શક્યતા

કમોસમી વરસાદ (Change in weather of Gujarat)ને કારણે શાકભાજીની ખેતી કરનારા ખેડૂતોને વધુ ચિંતા ઘર કરી રહી છે. કારણ કે કમોસમી વરસાદના પડેલા વરસાદના પાણીને કારણે તેમના શાકભાજીના પાકમાં જીવાતનો ઉપદ્રવ વધે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને રીંગણ, ભીંડા, કાકડી, ટામેટા, દુધી, દાણા જેવા પાકોમાં ફ્લાવરિંગ નુકસાન થાય તેવી દહેશત વર્તાઈ રહી છે.

સતત ત્રીજી વાર આવેલા માવઠાએ ખેડૂતોની ઊંઘ હરામ

અગાઉ પણ આવી પડેલા વરસાદને કારણે ખેડૂતોની ઊંઘ હરામ થઇ ગઈ હતી. નવેમ્બર માસમાં તારીખ 17 થી 19 દરમિયાન માવઠું અને કમોસમી વરસાદ જિલ્લામાં ખેડૂતોના પાકને નુકસાન કારક નીકળ્યો હતો. તો બીજી તરફ ફરીથી આ વખતે આવી પડેલા વરસાદને કારણે ખેડૂતો ચિંતીત બન્યા છે. સાથે જ આંબાવાડી ધરાવતા ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ડિસેમ્બર માસમાં ફરીથી 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની શરૂઆત થતાં ખેડૂતો વધુ ચિંતામાં મુકાયા છે.

આ પણ વાંચો: unseasonable rain in surat: ખેડૂતોના પાકને ભારે નુકસાન જોવા મળ્યું

આ પણ વાંચો: gujarat in unseasonable rain: કયાં શહેરોમા ઠંડીનો પારો વધ્યો જાણો તે બાબતે...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.