ETV Bharat / state

વલસાડના કર્મકાંડી બ્રાહ્મણોની સ્થિતિ દયનિય, રાહત પેકેજ માટે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર - Letter to the Chief Minister

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. જેની દરેક વ્યવસાયો ઉપર તેની સીધી અસર પડી છે. જેમાં બ્રાહ્મણો પણ બાકાત રહ્યા નથી. વલસાડ જિલ્લામાં 700 થી 800 જેટલા પરિવારો કોરોનાની મહામારીને કારણે સીધી અસર થઈ છે. રોજિંદા કર્મકાંડ કરીને દીક્ષા મેળવી પોતાના ઘરનો પરિવારનું ગુજરાન કરતાં આવા કર્મકાંડી બ્રાહ્મણો 22 માર્ચથી લઇને અત્યાર સુધી તમામ કાર્યક્રમો અને ધાર્મિક કાર્યક્રમો બંધ હોવાને કારણે પોતાના ઘરે બેઠા છે. તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની છે. આ તમામ બાબતોને ધ્યાને રાખી પારડી તાલુકાના બ્રહ્મસમાજના અગ્રણી દ્વારા ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી કર્મકાંડી બ્રાહ્મણો માટે એક વિશેષ સહાય પેકેજ જાહેર કરવાની માંગ કરી છે.

etv bharat
etv bharat
author img

By

Published : Jul 29, 2020, 5:34 PM IST

વલસાડ : સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. કોરોના વાઈરસથી અનેક લોકો મોતને ભેટયા છે. ત્યારે આવા સમયમાં વધુ સંક્રમણ ન ફેલાય તે માટે ભારતમાં પણ દરેક જગ્યાએ 22 માર્ચથી લૉકડાઉન શરૂ કરવામાં આવ્યું હતું. તેમ છતાં પણ ધીરે ધીરે કોરોનાનું પ્રમાણ હજુ વધી રહ્યું છે.

આ તમામ સમસ્યાઓને કારણે અનેકના ધંધા-રોજગાર અને વ્યવસાય ઉપર તેની સીધી અસર પડી છે. જેને કારણે અનેક લોકો બેરોજગાર બન્યા છે. જેમાં કર્મકાંડ કરનારા ભૂદેવ પણ બાકાત રહ્યા નથી. છેલ્લા પાંચ માસથી લૉકડાઉન અને અનલોક શરૂ થતા તમામ ભુદેવોની હાલત ગંભીર બની છે. રોજિંદા કર્મકાંડ કરીને મળેલી દીક્ષાને આધારે પોતાના ઘર-પરિવાર ચલાવતા વલસાડ જિલ્લામાં વસવાટ કરતા 700 થી 800 જેટલા ભૂદેવના પરિવારોને તેની અસર પહોંચી છે.

રાહત પેકેજ માટે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર

છેલ્લા ચાર માસથી તેઓની પાસે રોજગાર ન હોવાથી તેઓના ઘરમાં અનાજ સહિતની વસ્તુઓ ધીરે ધીરે ખૂટી રહી છે. તો સાથે સાથે ઘર-પરિવાર ચલાવવા માટે આર્થિક મંદી પણ તેને ઘેરી વળી છે.આવા સમયમાં જો સરકાર દ્વારા તેઓના માટે કોઈ વિશેષ પેકેજની જાહેરાત નહિ કરવામાં આવે તો આગામી સમયમાં આ તમામ ભૂદેવો ને આપઘાત કરવા સિવાય અન્ય કોઇ રસ્તો નહીં રહે, આ માટે પારડી તાલુકાના બ્રહ્મ સમાજના અગ્રણી બી એન જોશીએ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીને પત્ર લખીને કર્મકાંડ કરનારા ભૂદેવો માટે વિશેષ પેકેજની સહાય કરવા માટેની માંગ કરવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં 700થી 800 જેટલા પરિવારોનું ગુજરાન તેમના મોભી દ્વારા કર્મકાંડ કરીને ચલાવવામાં આવે છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં 18000 થી 20000 જેટલા બ્રાહ્મણો રોજિંદા કર્મકાંડ કરીને પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવે છે. છેલ્લા પાંચ માસથી કોરોનાને કારણે અનેક ધાર્મિક કાર્યક્રમો બંધ હોવાથી તેઓના ધંધા-રોજગારને સીધી અસર પડી છે. ત્યારે કર્મકાંડ કરનારા બ્રાહ્મણો માટે સરકાર દ્વારા વિશેષ પેકેજની સહાય કરવામાં આવે તેવી માંગ હાલમાં ઉઠી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.