વલસાડઃ તાલુકાના ચીંચાઈ ગામે નદી ફળિયામાં રહેતા રતનભાઈ નાયકાના નિવસ્થાને ગત મોડી રાત્રે દીપડાએ એક પાલતુ શ્વાસને મારણ કરવાના ઇરાદે હિંસક હુમલો કર્યો હતો. તે દરમિયાન અચાનક આવજ થતાં ઘરના લોકો જાગી જતા દીપડો ભાગી ગયો હતો.
ઈજાગ્રસ્ત શ્વાનને બચાવવા માટે વેટરનીટી તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી. ગ્રામજનોએ ધરમપુર જંગલ વિભાગના અધિકારીને ઘટનાની જાણ કરતાં જંગલ વિભાગના કર્મચારીએ ચીંચાઈ ગામે દીપડાના ફૂટ પ્રીન્ટ શોધી તે વિસ્તારમાં પીંજરું મુકવાની કવાયત શરૂ કરી છે.
નોંધનીય છે કે, થોડા દિવસ પૂર્વે પણ ચીંચાઈ ગામે દીપડા એ એક શ્વાનનું મારણ કર્યુ હતું. જેના કારણે સ્થાનિકોને ભયનો માહોલ ફેલાયો છે. આ અંગે વાત કરતાં ધરમપુર ACF યુવરાજ સિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, " ચીંચાઈમાં દીપડાને પકડવા જંગલ વિભાગ દ્વારા પીંજરું ગોઠવવામાં આવશે."