વલસાડઃ કોસંબા ગામે પારધી ફળિયા પ્રગતિ સ્ટ્રીટમાં રેહતા નરેન્દ્રભાઇ રામજીભાઈ ટંડેલની વાડી સહારા પોઇન્ટ નજીક આવેલી છે. તેમની વાડીમાં અંદાજે 24 બકરા ઉછેરે છે. ગતરોજ નરેન્દ્રભાઇ પોતાની વાડી પરથી રાત્રે 8 વાગ્યે પોતાના ઘરે ગયા હતા. દરમિયાન મોડી રાત્રે તેમની વાડી પર હિંસક દીપડાએ તેમના 9 બકરાનો શિકાર કર્યો હતો. બીજા દિવસે સવારે નરેન્દ્રભાઇ વાડી પર આવ્યા ત્યારે તેમને આ બનાવની જાણ થઈ હતી. તાત્કાલિક તેમણે આ બનાવ અંગે વલસાડ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. બનવાની તપાસ હાથ ધરતાં દીપડાના પંજાના નખ વાડીમાં જોવા મળ્યા હતા. હિંસક દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવી કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ આજ વિસ્તારમાં હિંસક દીપડાએ કેટલાક પ્રાણીઓનો શિકાર કર્યો હતો. જેને લઇને લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. થોડા દિવસો બાદ દીપડો પાંજરે પુરાયો હતો. નવાઈની વાત એ છે કે, હિંસક દીપડાઓ ગ્રામ્ય વિસ્તારમાંથી હવે ધીમે ધીમે શેહરી વિસ્તારમાં શિકાર માટે આવી રહ્યા છે. ત્યારે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.