- વાપીમાં LCBએ 2 ચેઇન સ્નેચરની ધરપકડ કરી
- આરોપીઓ પાસેથી 1.83 લાખનો મુદ્દામાલ મળ્યો
- આરોપીઓ સાથે કાયદાના સંઘર્ષમાં 2 બાળ કિશોર
વલસાડઃ આ અંગે વાપી ડિવિઝનના DYSP વીરભદ્રસિંહ જાડેજાએ વિગતો આપી હતી કે, વાપી વિસ્તારમાં થોડા સમયથી ચેઇન સ્નેચીંગના બનાવો બની રહ્યા હતા. તેના ઉપર વર્કઆઉટ કરી ગુનાઓ શોધી કાઢવા માટે વલસાડ પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ LCB વલસાડના પોલીસ ઇન્સ્પેકટરની રાહબરી હેઠળ એક ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી.
આરોપીઓએ કબૂલ્યા ગુના
ઝડપાયેલા ઇસમો તથા બાળકિશોરોને વધુ વિશ્વાસમાં લઇ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં તેમણે ચેઇન સ્નેચીંગ તથા વાહનચોરી, મોબાઇલ ચોરીના કુલ 5 ગુના કબૂલ્યા હતા. ઝડપાયેલા ઇસમો સહ આરોપીઓ સાથે રાત્રીના સમયે વાપી GIDC વિસ્તારમાં તથા કચીગામ, દમણ તથા UPL જે ટાઇપ વિસ્તારમાંથી મોબાઇલ સ્નેચીગ કરતા હતાં. હાલ પોલીસે યુપી-બિહારના મુખ્ય બન્ને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ છે.