- સાંસદ-પાલિકા પ્રમુખના હસ્તે શુભારંભ
- દેશના વડાપ્રધાન-વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા
- વેક્સિનેશનમાં સહકાર આપવા અપીલ કરી
વલસાડઃ વાપીમાં ડુંગરા આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિશિલ્ડ વેક્સિનેશનનો વલસાડ જિલ્લાના સાંસદ ડૉ. ખાલપા પટેલ અને નગરપાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલના હસ્તે શુભારંભ કરાવ્યો હતો, ત્યારે વેક્સિનેશનના શુભારંભમાં સૌ પ્રથમ રસી મુકાવનારા ડૉ. અશોક ભોલાણીને શુભેચ્છા પાઠવી હતી.
વલસાડ જિલ્લાના 6 સ્થળોએ કોવિડ વેક્સિનેશનનો પ્રારંભ
વલસાડ જિલ્લાના 6 સ્થળોએ શનિવારથી કોવિડ વેક્સિનેશનનો પ્રારંભ થયો હતો. વાપીમાં ડુંગરા આરોગ્ય કેન્દ્ર ખાતે સાંસદે અને પાલિકા પ્રમુખે ટીકાકારણનો પ્રારંભ કરાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેશના વૈજ્ઞાનિકોને કોવિશિલ્ડ વેક્સિન બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં. વાપીમાં ડુંગરા અર્બન હેલ્થ સેન્ટર (UPHC) ખાતે કોવિશિલ્ડ વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યાદગાર પ્રસંગે ડુંગરા આરોગ્ય કેન્દ્ર ખાતે વલસાડ જિલ્લાના સાંસદ ડૉ. ખાલપા પટેલ, વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલ, ઉપપ્રમુખ મુકુન્દા પટેલ સહિતના મહાનુભાવોએ વેકસિનેશનનો પ્રારંભ કરાવ્યો હતો અને પ્રથમ રસીકરણ કરાવનારા તબીબ અશોક ભોલાણી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતાં.
સૌથી પહેલા રસી મુકાવનાર તબીબને શુભેચ્છા પાઠવી
સૌ પ્રથમ વડાપ્રધાન મોદીના પ્રજાજોગ સંદેશને સાંભળ્યા બાદ મહાનુભાવો સાથે પ્રથમ રસીકરણ કરાવનારા ડૉ. અશોક ભોલાણીએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી રસીકરણક રાવ્યું હતું આ તબક્કે પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે, દેશ જ્યારે કોરોના પીડિત હતો, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વૈજ્ઞાનિકોના અથાગ પ્રયાસોથી કોરોના વેક્સિનની તૈયાર કરી હતી. આજથી તબક્કાવાર ફ્રન્ટલાઈન વોરિયર્સ અને નાગરિકોને તેના ટીકાકરણનો પ્રારંભ કરાવ્યો હતો.
આરોગ્યની ટીમને સહકાર આપશે
વાપી તાલુકામાં આગામી દિવસોમાં નાગરિકોને પણ કોવિશિલ્ડ વેક્સિન આપવામાં આવશે, ત્યારે પાલિકા વિસ્તારમાં આરોગ્યની ટીમ સાથે સહકાર આપી લોકોને ટીકાકારણ માટે પ્રેરિત કરવામાં આવશે. ઉપસ્થિત મહાનુભાવોએ લોકોને રસીકરણ માટે આગળ આવવા અપીલ કરી હતી.
આરોગ્ય અધિકારીઓ-સ્ટાફ હાજર રહ્યા
ડુંગરા આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રથમ દિવસે 94 આરોગ્ય કર્મીઓને વેક્સિન આપવામાં આવશે. જેના શુભારંભ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી, શહેરી આરોગ્ય અધિકારી, પેરામેડીકલ સ્ટાફ, આશા વર્કરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.