પારડીના ગામોમાં 1953માં ઘસિયા જમીનને યેન કેન પ્રકારે પડાવી લઈ ખેડૂતોને ભૂમિહિન કરવાની થતી કામગીરી રોકવા ઈશ્વર ભાઈ છોટુભાઈ દેસાઈ અને માજી કેન્દ્રીય ગ્રામવિકાસ મંત્રી ઉત્તમભાઈ દ્વારા ખેડ સત્યાગ્રહ સતત 14 વર્ષ સુધી ચલાવતા. આખરે સરકાર ઝૂકી અને 14 હજાર એકર ઘાસિયા જમીન આપી હતી.
જે જમીન જમીનદારો પાસે મેળવીને સ્વ. વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા ઉત્તમભાઈ પટેલની હાજરીમાં ભૂમિહિન ખેડૂતને બે એકર જમીન આપવામાં આવી હતી. જેની યાદમાં કિસાન પંચાયત દ્વારા દર વર્ષે 1 સપ્ટેમ્બરના રોજ કિસાન રેલીનું આયોજન કરવામાં આવે છે જે આજે ઉત્તમભાઈના ગામે ડુમલાવ ખાતે યોજાઈ. જેમાં માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં કેન્દ્રીય માજી મંત્રી તુષાર ચૌધરી,વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ,ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી,સહિત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે ઉત્તમમભાઈની યાદમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું સાથે જ ખેડ સત્યાગ્રહ દરમ્યાન મળેલી જમીન ખેડૂતો ટકાવી રાખે આદિવાસીઓના હક્કની જનકારી મળે તે હેતુથી આ રેલી દર વર્ષે આયોજિત કરવામાં આવે છે.
કાર્યક્રમમાં આજે ધરતીનું ગીત જે તે સમયે સત્યાગ્રહીઓમાં જોમ ભરતું હતું તે પણ રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન તુષાર ચૌધરી,અનંત પટેલ,જીતુભાઇ ચૌધરી, દિનેશ પટેલ ,મિલન દેસાઈ, મેહુલ વશી ,જયશ્રીબેન પટેલ,ભાવિક પટેલ,સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા.