ETV Bharat / state

વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં એક પણ વેન્ટિલેટર બેડ ખાલી નહીં, લોકો ન આવે તે માટે બોર્ડ લગાવાયું - કસ્તુરબા હોસ્પિટલ

વલસાડ જિલ્લામાં આવેલી ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન અને વેન્ટિલેટર બેડ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે પરિસ્થિતિ એટલી વણસી છે કે, કેટલીક હોસ્પિટલ્સ દ્વારા હોસ્પિટલની બહાર વેન્ટિલેટર બેડ ન હોવાના બોર્ડ લગાવવા પડી રહ્યા છે. તાજેતરમાં જ વલસાડની જાણીતી કસ્તુરબા હોસ્પિટલની બહાર વેન્ટિલેટર બેડ ન હોવાનું બોર્ડ મારવાની ફરજ પડી છે.

વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં એક પણ વેન્ટિલેટર બેડ ખાલી નહીં

author img

By

Published : May 11, 2021, 3:58 PM IST

  • છેલ્લા પાંચ દિવસમાં કોરોના કેસમાં નોંધાઈ રહ્યો છે ઘટાડો
  • ખાનગી હોસ્પિટલ્સમાં ઓક્સિજન બેડ અને વેન્ટિલેટર માટે વલખા
  • ખાનગી હોસ્પિટલ્સમાં બેડ ન હોવાના સાઈનબોર્ડ મારવાની ફરજ

વલસાડ: જિલ્લામાં કોરોના કહેર રોજબરોજ વધી રહ્યો છે. જેની સામે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ કેસ ઘટાડવા રાત-દિવસ મહેનત કરી રહ્યું છે. તેમ છતાં વલસાડ જિલ્લામાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં હાલમાં એવી પરિસ્થિતિ છે કે, કોરોના દર્દીઓની સારવાર માટે એક પણ હોસ્પિટલમાં ઓક્સિજન અને વેન્ટિલેટર વાળા બેડ ઉપલબ્ધ નથી. મોટાભાગના હોસ્પિટલ્સમાં કોવિડ દર્દીઓ માટે બેડ ખાલી ન હોવાના બોર્ડ લગાવવામાં આવ્યા છે. એવામાં જિલ્લાની ખ્યાતનામ કસ્તુરબા હોસ્પિટલના ગેટ પર પણ "વેન્ટિલેટર ખાલી ન હોવાથી દર્દીઓને લેવામાં નહિ આવે" એવું બોર્ડ મારવામાં આવ્યું હતું.

હોસ્પિટલ દ્વારા લગાવવામાં આવેલું બોર્ડ
હોસ્પિટલ દ્વારા લગાવવામાં આવેલું બોર્ડ

આ પણ વાંચો: ખાનગી હોસ્પિટલમાં હજી 2420 બેડ ખાલી છેઃ અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન

તાજેતરમાં જ કોંગી અગ્રણીએ વેન્ટિલેટર દાન કર્યું હતું

હાલમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેમ છતાં દર્દીઓને વેન્ટિલેટર અને ઓક્સિજન બેડ મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી કપરી પરિસ્થિતિમાં અચાનક કોઈ દર્દી વેન્ટિલેટર માટે હોસ્પિટલમાં આવી ન જાય તે માટે હોસ્પિટલ મેનેજમેન્ટે વેન્ટિલેટર ખાલી ન હોવાના બોર્ડ મારવા પડ્યા હતા. હજુ એક સપ્તાહ પહેલા જ હોસ્પિટલમાં વેન્ટિલેટરની અછતની જાણ થતા વલસાડ જિલ્લા કોંગ્રેસના અગ્રણી ગૌરવભાઈ પંડ્યાએ કોંગી અગ્રણી સ્વ. અહેમદ પટેલના સ્મરણાર્થે 7 લાખના ખર્ચે એક પોર્ટેબલ બેટરીથી ચાલતું વેન્ટિલેટર દાન આપ્યું હતું.

વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં એક પણ વેન્ટિલેટર બેડ ખાલી નહીં

આ પણ વાંચો: ભાવનગરમાં સર ટી હોસ્પિટલમાં 50 ટકા બેડ ખાલી

કલેક્ટર દ્વારા સરકારી હોસ્પિટલમાંથી વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા

આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ મારફતં લોન ઉપર વેન્ટિલેટર આપવા માટે કલેક્ટરે પણ વ્યવસ્થા ગોઠવી છે અને સિવિલ હોસ્પિટલ પાસેથી જે વેન્ટિલેટર લેશે તેનો ચાર્જ પણ દર્દી પાસેથી લેવામાં નહિ આવે તેવી સૂચના પણ કલેક્ટર દ્વારા અપાઇ છે. ત્યારે દર્દીઓની રાહત દરે સારવાર કરતી આવી હોસ્પિટલ્સને જલ્દીથી જલ્દી સિવિલના વેન્ટિલેટર મળતા થાય અને દર્દીઓની તકલીફ દૂર થાય તે આજના સમયમાં ખુબ જરૂરી બની પડ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.