- કોંગ્રેસ સમિતિના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર નિર્ણય લીધો હોવાનો ઘટસ્ફોટ
- જિલ્લા કોંગ્રેસ પ્રમુખના મનસ્વી વલણને કારણે સોમાબારીએ આપ્યું રાજીનામું
- કાર્યકારી પ્રમુખ તરીકે હરેશ પટેલની નિમણૂક કરતા નારાજગી
વલસાડઃ આગામી દિવસમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જેને કારણે રાજ્યના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે કપરાડા તાલુકાના કોંગ્રેસ પ્રમુખે તેના પદ પરથી રાજીનામું આપી દીધું હોવાનો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ત્યારે ફરીથી કપરાડા તાલુકા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કપરાડા તાલુકા કોંગ્રેસ સમિતિ વિશ્વાસમાં લીધા વિના મનસ્વી વલણને કરણે કરવામાં આવી રહ્યા છે. જેને લઈને તેમને પોતાના પદ પરથી રાજીનામું આપી હોવાનું લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પરાડા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે સોમાબારી દ્વારા અનેક કામગીરી કરાઇ
છેલ્લા કેટલાક સમયથી કપરાડા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે સોમાબારી દ્વારા અનેક કામગીરી કરવામાં આવી છે અને તેમના દ્વારા જે સમયે જીતુભાઈ ચૌધરી કોંગ્રેસના ધારાસભ્ય હતા. તે સમયે પણ અનેક કામગીરીઓ કરવામાં આવી હતી. તેમજ તેમને છેલ્લે સુધી પક્ષને વફાદાર રહ્યા છે. ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કાર્યકારી પ્રમુખ તરીકે હરેશ પટેલની નિમણૂક કરવામાં આવતા તેમને નારાજગી વ્યક્ત કરતા પોતાનું રાજીનામુ ધરી દીધું હોવાનો લેટર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
મોડી સાંજે બન્ને સંપર્ક વિહોણા બન્યા
રાજીનામાનો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આ સમગ્ર બાબતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ અને રાજીનામું આપનારા કપરાડા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખનો ટેલીફોનીક સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ મોડી સાંજે આ બન્નેના ફોન નેટવર્કની બહાર આવ્યા હતા. જોકે, તેમનો સંપર્ક ન થતા આ સમગ્ર બાબતે હજૂ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ લેટર હાલ ચકચાર જરૂર જગાવી છે.
ધારાસભ્યની ચૂંટણી સમયે પણ ઉમેદવારોના નામો ઘોષિત કરવામાં કોંગ્રેસમાં આંતરિક ડખા જોવા મળ્યા હતા
થોડા સમય પહેલા યોજાયેલી ધારાસભ્યની ચૂંટણીના સમયે કોંગ્રેસમાં કુલ ત્રણ ઉમેદવારો ધારાસભ્યની કરોડમાં ઉમેદવારી કરવા માટે દોડ્યા હતા. જેમાં કપરાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સોમાભાઈનું નામ પણ હતું જ્યારે હરેશ પટેલનું નામ પણ સામેલ હતો. તો હાલમાં અચાનક જ કાર્યકારી પ્રમુખ તરીકે કોંગ્રેસ સમિતિએ હરેશ પટેલનું નામ જાહેર કરી દીધા નારાજ થયેલા કપરાડા તાલુકાના કોંગ્રેસ પ્રમુખે પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું હોવાનો લેટર વાયરલ થયો છે.
કપરાડા કોંગ્રેસ સમિતિના સભ્યો નારાજ હોવાનો લેટરમાં ઉલ્લેખ
જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આગામી દિવસોમાં યોજાનારી છે. ત્યારે અચાનક વાયરલ થયેલા આ લેટર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ અને દક્ષિણ ગુજરાતમાં ઝોન પ્રભારી અને પૂર્વ સાંસદ કિશન પટેલથી કપરાડા કોંગ્રેસ સમિતિના સભ્યો નારાજ હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આગામી દિવસમાં કપરાડા કોંગ્રેસનું માળખું પણ તૂટી જાય તો નવાઈ નહીં.