- વલસાડના ધારાસભ્ય કોરોના પોઝિટિવ આવ્યા હતા જેવો હવે રિકવરી પર છે
- કપરાડાના ધારાસભ્ય પણ કોરોના પોઝિટિવ આવતા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાણકારી આપી હતી
- છેલ્લા બે દિવસથી તેમની નાદુરસ્ત તબિયતને કારણે તેમણે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો
વલસાડઃ કપરાડા તાલુકામાં હાલમાં જ પૂર્ણ થયેલી પેટા ચૂંટણીમાં વિજય થયેલા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના માધ્યમથી લોકોને આપી હતી. તેમણે જણાવ્યું કે, સાત દિવસ પૂર્વે તેમની સાથે સંપર્કમાં આવેલા તમામ લોકોએ પોતાના ટેસ્ટ કરાવી લેવા જેથી અન્ય કોઈ જો સંક્રમિત થયું હોય તો તેઓ પોતે સારવાર લઈ શકે અને ક્વોરન્ટાઇન થઈ જાય.
આ પણ વાંચોઃ વાઘોડિયાના ધારાસભ્ય કોરોના પોઝિટિવ, ખાનગી હોસ્પિટલમાં દાખલ
સોશિયલ મીડિયા એકાઉન્ટના માધ્યમથી લોકોને જાણકારી આપી
જીતુભાઈ ચૌધરી હાલમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક્ટિવ છે. જેને લઈને તેમણે કોરોના પોઝિટિવ આવતાની સાથે જ સોશિયલ મીડિયાના એકાઉન્ટના માધ્યમથી તેમના તમામ મિત્ર વર્તુળ અને જાહેર જનતાને પોતે પોઝિટિવ હોવાની જાણકારી આપી છે, સાથે જ 7 દિવસમાં તેમના સંપર્કમાં આવનારા તમામ લોકોને પણ ટેસ્ટ કરાવી લેવા અનુરોધ કર્યો છે.
છેલ્લા બે-ત્રણ દિવસથી તેઓની તબીયત નાદુરસ્ત હતી
ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીના પરિવારજનોમાં પણ છેલ્લા બે-ત્રણ દિવસથી તેમના સ્વજનોમાં તબિયત નાદુરસ્ત હતી અને તેમની પણ બે દિવસથી તબિયત ઠીક ન હોવાથી હાલમાં જ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. ટેસ્ટમાં પોતે પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેથી હાલ તેઓ પોતાના ઘરે ક્વોરન્ટાઇન થયા હોવાનું માલુમ પડયું છે.
આ પણ વાંચોઃ સુરતમાં અધિક પોલીસ કમિશનર અને ધારાસભ્ય કોરોના પોઝિટિવ
અનેક લોકોએ તેઓ જલ્દીથી સ્વસ્થ થાય તેવી કામના કરી હતી
જીતુભાઈ ચૌધરીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. આ જાણકારી સાથે જ તેમના ચાહકોએ પોસ્ટ ઉપર તેઓ જલ્દીથી સ્વસ્થ થઈ જાય તેવા અનેક મેસેજો કર્યા હતા. ફરીથી તેઓ સામાજિક જવાબદારી લે એવી મંગલ કામના પણ કરી હતી. થોડા દિવસ અગાઉ જ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ કોરોના પોઝિટિવ આવ્યા બાદ હાલ કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી કોરોના પોઝિટિવ આવતા હવે રાજકારણી લોકો પણ કોરોનાની ઝપેટમાંથી બાકી રહ્યા નથી.