નેશનલ હાઇવે 848 મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર કપરાડા ખાતે બનેલી આરટીઓ ચેકપોસ્ટ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરેલી જાહેરાત અંતર્ગત આગામી તારીખ 20થી બંધ થઈ જશે. જેને લઇને કપરાડા ચેક પોસ્ટ પર વાર્ષિક પોણા બે કરોડ રૂપિયાની આવકનો સરકારને ફટકો પડશે.
સરકારના આ નિર્ણયને લઈને વાહનચાલકોમાં ખુશીનો માહોલ છે. તો બીજી તરફ આરટીઓ ચેકપોસ્ટ ઉપર કામ કરતા કર્મચારીઓમાં મૂંઝવણ માં મુકાયા છે. હજુ આગામી પાંચ દિવસ આ ચેકપોસ્ટો ચાલુ રહેશે.