ETV Bharat / state

ધારાસભ્ય જીતુ ચૌધરીએ રાજીનામું આપી દેતા કપરાડા રાજકારણમાં હલચલ - કપરાડા ધારાસભ્ય જીતુ ચૌધરી

આજે ગુરુવારે કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં છે. જેમાં એક કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીનું રાજીનામું છે. તેમના રાજીનામાં બાદ કપરાડામાં પણ રાજકીય હલચલ જોવા મળી રહી છે.

jitu chaudhari, Etv Bharat
jitu chaudhari
author img

By

Published : Jun 4, 2020, 8:12 PM IST

Updated : Jun 4, 2020, 10:46 PM IST

વલસાડઃ આગામી 19 જૂને રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે. એવામાં આજે બે ધારાસભ્યએ રાજીનામુ આપી દીધું છે. એમાં એક છે કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી. જેને લઈને કપરાડામાં રાજકારણ ગરમાયું છે. કપરાડામાં જીતુભાઇ ચૌધરીનું રાજીનામુ પડતા જ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષમાં સમગ્ર બાબત ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે.

આગામી 19 જૂન 2020ના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે રાજકારણમાં ધમાસાણ ચાલી રહી છે. એવામાં આજે કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામુ આપી દેતા ફરી સમગ્ર બાબત ભાજપ હોય કે કોંગ્રેસ બંને પક્ષમાં ચર્ચાનો વિષય બન્યો છે. સતત ચાર ટર્મથી 2002થી શરૂ કરી કોંગ્રેસમાંથી કપરાડામાંથી ચૂંટાઈને આવતા ધારાસભ્ય જીતુ ચૌધરીએ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને પોતાના હાથે રાજીનામુ આપ્યું છે.

ધારાસભ્ય જીતુ ચૌધરીએ રાજીનામુ આપી દેતા કપરાડા રાજકારણમાં હલચલ

જીતુભાઇ ચૌધરીની રાજીનામાંને લઈ ભાજપના કાર્યકરોમાં તર્ક વિતર્ક શરૂ થયો છે. એક તરફ જ્યાં કોંગ્રેસના કાર્યકરોમાં રોષની લાગણી પ્રવર્તી છે તો બીજી તરફ કપરાડા ભાજપમાં પ્રમુખનું પદ પણ ખાલી પડ્યું છે. જેને લઈ અનેક અટકળો ઉભી થઇ છે. વધુમાં અફવાઓએ પણ જોર પકડ્યું છે કે જીતુભાઇ ભાજપમાં જોડાય શકે જેને લઈને ભાજપ કાર્યકર્તાઓમાં પણ ગર્ભિત રોષની લાગણી જોવા મળી રહી છે.

જોકે સમગ્ર બાબતે જીતુભાઇ ચૌધરીના પી.એ ગુલાબ ભાઈએ જણાવ્યું કે, ગત ચૂંટણીમાં કેટલાક સ્થાનિક સંગઠનએ પાર્ટી વિરુદ્ધ કાર્ય કર્યું હતું અને એ બાબતે તેમને એ.આઈ.સી.સી માં લેખિત ફરિયાદ કરી હતી. જે બાબતનું કોઈ નિરકરણ નહીં આવતા તેમણે આ પગલું લીધું હોય શકે છે. નોંધનીય છે અગાઉ પણ જ્યારે પૂર્વે ચૂંટણી યોજાનાર હતી ત્યારે પણ તેઓ સતત બે દિવસ સંપર્ક વિહોણા બન્યા હતા અને તે બાદ તેઓ રાજસ્થાનની હોટલમાં પ્રગટ થયાં હતાં.

Last Updated : Jun 4, 2020, 10:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.