- કપરાડા કાર્યાલય ઉપર ઉત્સાહનો માહોલ
- નાનાપોઢા સર્કલ ઉપર કાર્યકર્તા એકત્ર થઈ ફટાકડા ફોડી ઉજવણી
- કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ પ્રથમવાર પ્રધાનમંડળમાં સમાવેશ
- દક્ષિણ ગુજરાતના ST ધારાસભ્યનો સમાવેશ થતા ઉત્સાહનો માહોલ
વલસાડ: ભુપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળમાં દક્ષિણ ગુજરાત વલસાડ જિલ્લાના પારડીના ધારાસભ્ય કનુ દેસાઈ અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીને સમાવેશ કરવામાં આવ્યો છે. એ બન્ને ધારાસભ્યોને ફોન આવતા પરિજનોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી હતી.
પરિવાર જનોએ મીઠાઈથી મોઢું મીઠું કરી ઉજવણી કરી
જીતુ ચૌધરીના નિવસ્થાને તેમના પરિજનો દ્વારા તેમને શપથ વિધિ માટે ફોન આવ્યો હોવાની વાત જાણકારી મળતા પરિજનો એ મીઠાઈ વેંચીને મો મીઠું કરીને પરિજનોએ ખુશ ખબરની ઉજવણી કરી હતી. જોકે વહેલી સવારે તેમનો પરિવાર ગાંધીનગર જવા રવાના થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
કાર્યકર્તાઓ દ્વારા નાનાપોઢા સર્કલ ઉપર ફટાકડા ફોડી ઉજવણી
ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આજે જીતુભાઇ ચૌધરીનું નામ પ્રધાન પદ માટે જાહેર થતાની સાથે જ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યકર્તાઓ દ્વારા નાનાપોઢા સર્કલ ઉપર ફટાકડા ફોડી ઉજવાની કરવામાં આવી છે. પ્રથમ વાર દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં આદિવાસી ધારાસભ્યને પ્રધાનમંડળમાં સ્થાન આપવા માટેની જાહેરાત કરાઈ છે.