- ઑસ્ટ્રેલિયામાં રમાતી 20-20 પર રમતો ઓનલાઈન સટ્ટો
- પોલીસે એકની ધરપકડ કરી
- ઓનલાઈન ID આપનાર 2 ઈસમોને વોન્ટેડ જાહેર કરાયા
વાપીઃ ઓનલાઈન ક્રિકેટ બેટિંગ પર સટ્ટો રમતા વિજય સવજાણી નામના સટોડીયાની વાપી ટાઉન પોલીસે ધરપકડ કરી છે. જ્યારે સટ્ટાનું ID આપનાર 2 ઇસમોની વોન્ટેડ જાહેર કર્યા છે. વાપી ટાઉન વિસ્તારમાં ઓનલાઈન ક્રિકેટ પર સટ્ટો રમતા એક સટોડીયાની વાપી ટાઉન પોલીસે ધરપકડ કરી 11,000 ના મુદ્દામાલ સાથે વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં સટ્ટાની ઓનલાઈન Id આપનારા 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
જુગારધારા કલમ 12 મુજબ 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા
જુગારધારા કલમ 12 મુજબ વાપી ટાઉન પોલીસે વિજયભાઇ વિનોદભાઇ સવજાણી નામના ઇસમની ક્રિકેટ પર ઓનલાઈન સટ્ટો રમી હારજીતની બાજી લગાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સુનીલ વિનોદભાઇ સવાણી અને વિવેક ઉર્ફે કાલુ સુભાષ તિવારી નામના ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતાં
ક્રિકેટ સટ્ટા બેટીંગનો હાર-જીતનો જુગાર રમતા ઇસમને ઝડપ્યા
પોલીસ તપાસમાં પકડાયેલ સટોડીયો વોન્ટેડ આરોપી પાસેથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગના રૂપિયા ૫૨ ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટીંગનો હાર-જીતનો જુગાર રમવા માટે રૂપિયા 10,000 ની પેટા આઇ. ડી.લઇ તે પેટા આઇ.ડી.ઉ૫૨ બીગ બેસ લીગ - 2020-21 ટવેન્ટી ટવેન્ટી મેચ ઉપર ઓનલાઇન નીકળતા ક્રિકેટ સટ્ટા બેટીંગના ભાવ પર ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટીંગનો રૂપિયા વડે હાર-જીતનો જુગાર રમતા પોલોસે તેની પાસેના રોકડા રૂપિયામાં 7500 તથા મોબાઇલ ફોન નંગ -2 કિંમત રૂપિયા 4500 મળી કુલ રૂપિયા 11,000 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.