ETV Bharat / state

કપરાડાના 20 થી વધુ ગામોમાં ઈન્ટરનેટ નેટવર્કને અભાવે વિદ્યાર્થીનું ભવિષ્ય અંધકારમય

author img

By

Published : Oct 9, 2020, 12:39 PM IST

સરકાર જ્યાં એક તરફ દરેક ગામોમાં ડિજિટલ સેવા શરૂ થઈ હોવાની જાહેરાત કરી રહી છે. ત્યાં કપરાડા તાલુકાના 20 થી વધુ ગામો એવા છે, જ્યાં ઇન્ટરનેટ નેટવર્ક જ નથી. હાલમાં ચાલી રહેલા ઓનલાઈન કલાસ ભરવા વિધાર્થીઓને ટેકરીઓ, ડુંગરો કે પથ્થરો જેવા ઊંચાઈવાળા વિસ્તારમાં જઇ મોબાઈલ લેપટોપ લઇને બેસવાની ફરજ પડી રહી છે. પેંઢારદેવી ગામે વાડી, ફળિયામાં આવેલી ટેકરી પર માત્ર બે પોઇન્ટ નેટવર્ક આવતું હોવાથી આસપાસના 21 ગામોના યુવાનો કલાસ ભરવા અહીં રોજિંદા આવે છે.

kaprada
કપરાડા
  • કપરાડા તાલુકાના 20 થી વધુ ગામોમાં ઇન્ટરનેટ સુવિધાનો અભાવ
  • ઓનલાઈન કલાસ ભરવા વિધાર્થીઓ આવે છે ઊંચાઈવાળા વિસ્તારમાં
  • સુવિધાના અભાવે કપરાડાના વિદ્યાર્થીનું ભાવિ અંધકારમય

વલસાડ : સરકાર જ્યાં એક તરફ દરેક ગામોમાં ડિજિટલ સેવા શરૂ થઈ હોવાની જાહેરાત કરી રહી છે. ત્યાં કપરાડા તાલુકાના 20 થી વધુ ગામો એવા છે, જ્યાં ઇન્ટરનેટ નેટવર્ક જ નથી. હાલમાં ચાલી રહેલા ઓનલાઈન કલાસ ભરવા વિધાર્થીઓને ટેકરીઓ, ડુંગરો કે પથ્થરો જેવા ઊંચાઈવાળા વિસ્તારમાં જઇ મોબાઈલ લેપટોપ લઇને બેસવાની ફરજ પડી રહી છે. પેંઢારદેવી ગામે વાડી, ફળિયામાં આવેલી ટેકરી પર માત્ર બે પોઇન્ટ નેટવર્ક આવતું હોવાથી આસપાસના 21 ગામોના યુવાનો કલાસ ભરવા અહીં રોજિંદા આવે છે.

કપરાડાના 20 થી વધુ ગામોમાં ઈન્ટરનેટ નેટવર્કને અભાવે વિદ્યાર્થીનું ભવિષ્ય અંધકારમય

21 મી સદીને આઈ.ટી.ની સદી તરીકે ઓળખવામાં આવે છે. એમાં પણ કોરોનાએ તમામ સેવાઓ લોકડાઉનમાં ઓનલાઈન કરી દીધી છે. નેતાઓની મિટિંગ હોય કે વેબીનાર કે, શિક્ષણ કલાસ આ તમામ ઇન્ટરનેટના માધ્યમથી ચાલી રહ્યું છે. પણ કપરાડા તાલુકાના વિધાર્થીઓનું ભવિષ્ય અહીંના રાજકીય નેતાઓ અને પાંગળા સાંસદ સભ્યોને કારણે અંધકારમય બનવા તરફ જઈ રહ્યું છે. હાલમાં જ્યાં દરેક શાળા કોલેજો બંધ છે. ત્યારે માત્ર ઓનલાઈન માધ્યમથી વિધાર્થીઓ મોબાઈલ લેપટોપનો ઉપયોગ કરી અભ્યાસ કરી શકે છે. ત્યારે કપરાડાના 20 થી વધુ ગામો એવા છે, જ્યાં ઈન્ટરનેટ તો દૂર નેટવર્ક જ નથી આવતું. આવા ગામના વિધાર્થીઓને ઓનલાઈન શિક્ષણ માટે પોતાના મોબાઈલ લઇ જ્યાં નેટવર્ક આવે એવા ગામોમાં 5 થી 7 કિ.મી કાપીને જવું પડે છે. આ કાર્ય માત્ર એક દિવસનું નથી. જ્યારથી લોકડાઉનમાં ઓનલાઈન શિક્ષણ શરૂ થયું ત્યારથી વિધાર્થીઓની રઝળપાટ ચાલી રહી છે. પેંઢર દેવી ગામે આવેલ વાડી ફળીયાની ટેકરી પર જ્યાં માત્ર બે ટકા ઇન્ટરનેટ પકડાઇ છે, એવા સ્થળે વિધાર્થીઓ પથ્થર ઉપર બેસીને અભ્યાસ કરે છે.

સરકાર જ્યાં વિકાસના બણગા ફૂંકે છે, ત્યારે આગામી દિવસોમાં આવી રહેલ પેટા ચૂંટણીમાં આ 20 ગામ પૈકી એક ગામ જો સરકાર વર્ચ્યુઅલ ચૂંટણી લક્ષી મિટિંગ ગોઠવે તો ખ્યાલ આવે કે, અહીંના વિધાર્થીઓ કેટલા મુશ્કેલીમાં અભ્યાસ કરે છે.

કપરાડા તાલુકાના પેંઢરદેવી, અસ્ટોલ, એકલેરા, વાડી, સિલધા, બુરલા, શુકલબારી, દહીંખેડ, બુરવડ, ફતેહપુર જેવા અનેક ગામોમાં આજે પણ નેટવર્ક ન હોવાથી સ્થાનિક વિધાર્થીઓની હાલત કફોડી બની જવા પામી છે. આ અંગે સ્થાનિક વિધાર્થીઓ જણાવી રહ્યા છે કે, જો ઈન્ટરનેટ ન હોય અને સમય પર શિક્ષણ ન મળે તો તેઓનું ભવિષ્ય અંધકાર મય છે. રાજનેતાઓ અહીં ગામોમાં માત્ર ચૂંટણી સમયે આવીને વાયદાઓ કરી જતા રહે છે, પણ નક્કર કાર્યવાહી કરવામાં પાછા પડે છે. એથી જ અહીંના યુવાનોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.