- ઇન્તેખાબ અને તેની ટીમે મૃતદેહોને અગ્નિદાહ અને દફનવિધિ કરી
- મૃતદેહોને કબ્રસ્તાન કે સ્મશાન સુધી લઈ જવામાં જરાય પાછી પાની કરી ન હતી
- અંદાજીત 100થી વધુ કોરોના મૃતદેહને દફનાવી કે અગ્નિસંસ્કાર કર્યા
દમણ : કોરોનાકાળમાં મૃત્યુ પામ્યા બાદ હતભાગીઓનાનું મોઢું જોવાનું તેના સ્વજનોને પણ નસીબ થતું નથી. કોરોનાની મહામારીમાં વાપીના એક મુસ્લિમ ટ્રસ્ટે અંદાજીત 100થી વધુ કોરોના મૃતદેહને દફનાવી કે અગ્નિસંસ્કાર કરી સાચા અર્થમાં માનવતાનાં દર્શન કરાવ્યા છે. ટ્રસ્ટના મુખ્ય સભ્ય એવા ઇન્તેખાબ ખાનની માનવતા દરમિયાન પોતે પણ કોરોનાનો શિકાર બન્યા અને કોરોનામાંથી ફરી સાજા થઇ કોરોનાના મૃતદેહોને કબ્રસ્તાન કે સ્મશાન સુધી લઈ જવામાં જરાય પાછી પાની કરી ન હતી. આજે પણ એ સેવા શરૂ રાખી છે.
350 જેટલા જરૂરિયાત મંદ લોકોને રાશન કીટ પણ પૂરી પાડી
વાપીમાં જમીઅત એ ઉલમાએ હિંદ વાપી નામનું ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટના મુખ્ય સભ્ય એવા ઇન્તેખાબ ખાન અને તેની ટીમ 1985થી વાપીમાં અજાણી લાશોને ધર્મ મુજબ અગ્નિદાહ કે દફનાવવાની વિધિ કરતા આવ્યા છે. કોરોના કાળ દરમિયાન સૌ પ્રથમ ઇન્તેખાબ ખાન અને તેમની ટીમે વાપી રેલ્વે સ્ટેશન પર ફસાયેલા મુસાફરોને તેમના વતન સુધી પહોંચાડવા માટેની પહેલ કરી હતી. તે દરમિયાન વાપીમાં સૌપ્રથમ વખત 350 જેટલા જરૂરિયાત મંદ લોકોને રાશન કીટ પણ પૂરી પાડી છે.
75 કોરોના મૃતદેહોને કબ્રસ્તાનમાં આવતા
આ દરમિયાન તેમના ધ્યાનમાં આવ્યું કે, હોસ્પિટલમાં મૃત્યુ પામતા કોરોના હતભાગીઓના મૃતદેહને ધર્મ મુજબ દફનાવવામાં કે અગ્નિસંસ્કાર કરવા માટે કોઈ આગળ આવતું નથી. બસ આ ધ્યાને આવ્યા બાદ તેમણે તે પહેલ કરી કે 75 જેટલા કોરોના મૃતદેહોને અલગ-અલગ કબ્રસ્તાનમાં દફનાવ્યાં છે. જ્યારે 135 જેટલા મૃતદેહોને મુક્તિધામમાં અગ્નિ સંસ્કાર આપ્યા. ETV ભારત સાથે વાત કરતા ઇન્તેખાબ ખાને એ દિવસોને યાદ કરતાં જણાવ્યું હતું કે, એ એક એવો સમય હતો કે જ્યારે જે મૃતદેહ હતા તેના સગા સંબંધીઓ પણ મૃતદેહની અડકવા રાજી નહોતા. તે સમયે પોતે અને તેમની ટીમ આગળ આવી અને તેવા હતભાગીઓના મૃતદેહોને દફનાવ્યા, અગ્નિસંસ્કાર કર્યા.
પરિવારના સભ્યો ચિંતા કરતા અડકવા રાજી નહોતા
વલસાડ જિલ્લામાં તે સમયના દિવસોને યાદ કરી ઇન્તેખાબ ખાને જણાવ્યું હતું કે, જિલ્લાના પાંચ જેટલા એવા ગામ હતા. જે ગામમાં જ્યારે તેઓ કોરોનાના મૃતદેહ લઈને ગયા તો ગામલોકોએ સ્મશાનમાં તે મૃતદેહોને અગ્નિદાહ આપવાની ના પાડી દીધી હતી. જોકે તેમ છતાં પણ તે દિવસોમાં જરાય પાછીપાની કર્યા વગર પોતાની સેવા કરતા રહ્યા. પોતાના ઘરે તેમના પરિવારોમાં પણ ચિંતા હતી. પરિવારના સભ્યો તેમને અડકવા રાજી નહોતા. ઘરે અલગ રૂમમાં સુતા હતાં. આજે એક વર્ષ બાદ પણ તેમના કેટલાક મિત્રો, સોસાયટીના રહીશો તેમની નજીક આવી વાતચીત કરવા રાજી નથી તેઓ ભયનો માહોલ કોરોના ને કારણે ઉત્પન્ન થયો છે.
કોરોના સમયે 27 દિવસો કાળા દિવસો સમાન હતાં
કોરોનાના તે સમયના મૃતદેહોને દફનાવતા કે અગ્નિ સંસ્કાર આપતા ખુદ પોતે પણ કોરોનાનો ભોગ બન્યા હતા. બરોડામાં અને વલસાડમાં સારવાર લઇ કોરોના સામે માત આપી હતી. તે સમયના 27 દિવસો કાળા દિવસો સમાન હતા. આ દિવસો તે મૃત્યુ પર્યંત ભૂલી શકશે નહિ.
આ પણ વાંચો : વેક્સિનેશન બાદ ભાજપ નેતા પરેશ રાવલ કોરોના સંક્રમિત, ક્રિકેટર સચિન તેંડુલકર પણ ઝપેટમાં
રજને પ્રાધાન્ય આપી આજે પણ એ સેવા કરતા અચકાતા નથી
એકવાર એ જ દિવસોમાં કોરોના વાયરસે ઉથલો માર્યો છે. ત્યારે તે દિવસો યાદ કરીને કંપારી છૂટે છે. પોતે સુગરની બીમારીથી પીડાય છે તેમ છતાં પોતાની ફરજને પ્રાધાન્ય આપી આજે પણ એ સેવા કરતા અચકાતા નથી. ઇન્તેખાબ ખાન લોકોને અપીલ પણ કરે છે કે, હાલના દિવસોમાં કામકાજ વિના ઘર બહાર નીકળવાને બદલે ઘરમાં રહી અલ્લાહ-ઈશ્વર પાસે પ્રાર્થના કરે કે કોરોના જલ્દીથી નાબૂદ થાય, લોકોનું જનજીવન ફરી રાબેતા મુજબ ધબકતું થાય છે.