વલસાડ: વાપી તાલુકામાં આવેલા બલીઠા ગામમાં સંદીપભાઈ ધીરુભાઈ પટેલ તથા રાજેશભાઈ ધીરુભાઈની રૂમમાં રહેતા રજની બેન રાધેશ્યામ સિંગ વેલસ્પન કંપનીમાં કામ કરતા હતા. આશરે છ મહિનાથી રજનીબેનને ગળામાં કોઈ બીમારી હોવાથી દમણના મરવડ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. ત્યારે તેમનો કોરોનાનો રિપોર્ટ કરાવતા તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ આરોગ્ય ટીમ તથા ગામના તાલુકા સભ્ય સંદીપ પટેલ તથા સરપંચ મનીષ પટેલ, ઉપ સરપંચ રાકેશ પટેલ સહિતનો કાફલો રાજેશ પટેલની રૂમે પહોંચ્યો હતો.

તાલુકા આરોગ્ય અધિકારી મોનિત જી. પટેલના જણાવ્યા મુજબ કરોના પોઝિટિવ રજનીબેન રાધેશ્યામ સિંગને સારવાર અર્થે જનસેવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે રજનીબેનની સાથે રહેતા અન્ય ત્રણને વલસાડ રીફર કરવામાં આવ્યા છે.
કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યા બાદ આશાવર્કર ભાવનાબેન રાજેશભાઈ પટેલે આજુબાજુના ઘરોમાં જઈ તમામ પરિવારોના નામની નોંધણી કરી હતી અને તમામને સોશિયલ ડિસ્ટન્સ જાળવી માસ્ક પહેરી રાખવાની સૂચના આપી હતી.